14 ફેબ્રુઆરીના રોજ થયેલા આ બ્લાસ્ટ પહેલા 12 ફેબ્રુઆરીના રોજ આતંકવાદીઓ સાથેની અથડામણમાં હરીયાણાના ડિંગર માજરાના બલજીત પણ શહિદ થયા હતા. જવાન બલજીત 50 રાષ્ટ્રિય રાઈફલમાં હવાલદારના પદ પર તૈનાત હતા. તો એવામાં 40 જવાનોનું શહીદ થવું ખરેખર સમગ્ર દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય.
જવાનો પર થયેલા આ હુમલા બાદ શહિદ જવાન બલજીતની પત્નિ અરુણાએ સરકાર પાસેથી સર્જીકલ સ્ટ્રાઈકની માંગ કરી છે. શહીદ જવાનની પત્નિનું કહેવું છે કે, શહીદી વ્યર્થ ન જવી જોઈએ. હવે દુશ્મનોને જવાબ આપવો જરુરી છે.