ETV Bharat / bharat

પાક વીમાને કઈ રીતે ખેડૂતો માટે લાભદાયી બનાવી શકાય - પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના

ફેબ્રુઆરી 2016માં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના (PMFBY) જાહેર કરવામાં આવી તે દુનિયામાં આ પ્રકારની સૌથી મોટી વીમા યોજના હતી. ખેડૂતોને પાકમાં નુકસાની જાય ત્યારે વળતર મળી રહે તેવા હેતુ સાથે પાક વીમાની યોજના શરૂ કરાઈ હતી. મોટી સબસિડી સાથે આ યોજના લાગુ કરાઈ છે અને તેમાં ખેડૂતોએ બહુ થોડું પ્રિમિયમ ભરવાનું હોય છે.

ETV BHARAT
પાક વીમાને કઈ રીતે ખેડૂતો માટે લાભદાયી બનાવી શકાય
author img

By

Published : Dec 23, 2020, 1:36 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ફેબ્રુઆરી 2016માં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના (PMFBY) જાહેર કરવામાં આવી તે દુનિયામાં આ પ્રકારની સૌથી મોટી વીમા યોજના હતી. ખેડૂતોને પાકમાં નુકસાની જાય ત્યારે વળતર મળી રહે તેવા હેતુ સાથે પાક વીમાની યોજના શરૂ કરાઈ હતી. મોટી સબસિડી સાથે આ યોજના લાગુ કરાઈ છે અને તેમાં ખેડૂતોએ બહુ થોડું પ્રિમિયમ ભરવાનું હોય છે.

આ યોજના હેઠળ ખેડૂતે વાવેતર કર્યું હોય તેના ખરીફ પાકમાં 2 ટકા અને રવિ પાકમાં 1.5 ટકા પ્રિમિયમ ભરવાનું હોય છે. અનાજ અને તેલિબિયાં માટે પાક વીમો લઈ શકાય છે. જો રોકડિયો પાક હોય તો તેના પર 5 ટકા પ્રિમિયમ ભરવાનું હોય છે. વીમાનું મૂળ પ્રિમિયમ વધારે હોય, પણ ખેડૂતે ઓછું ભરવાનું થાય. બાકીનું ઘટતું પ્રિમિયમ સરકાર અને રાજ્ય સરકારો સરખે ભાગે વહેંચીને ભરે છે.

ખેડૂતો પાક માટે ધિરાણ લે તેમને ફસલ બીમા યોજનામાં સમાવી લેવામાં આવે છે. ધિરાણ ના લેનારા ખેડૂત પણ આટલું જ પ્રિમિયમ ભરીને વીમો લઈ શકે છે. હવામાનમાં ફેરફાર, પાકમાં રોગ આવવો અને લણણી પછી પાકને નુકસાન થાય તો તેની સામે વીમો મળી શકે છે. વીમાની ગણતરી માટે ગ્રામ પંચાયત હેઠળના વિસ્તારને સામાન્ય રીતે ગણતરીમાં લેવામાં આવે છે.

વીમા યોજના સામે રાજ્યોમાં અસંતોષ

ફસલ બીમા યોજના શરૂ થઈ તે પછી 2017-18ના વર્ષમાં પાંચ કરોડ ખેડૂતોએ પાક વીમો લીધો હતો. ખરીફ અને રવિ બન્ને મોસમમાં વીમો લેવાયો હતો. 2015 કરતાં લગભગ 40 ટકા વધુ ખેડૂતોએ વીમો લીધો. જો કે, આટલા વર્ષોના અનુભવ પછી હવે ખેડૂતોને અને રાજ્ય સરકારોને પાક વીમા યોજનાની ખામીઓ સ્પષ્ટ થઈ છે. PMFBYના અમલમાં એટલી મુશ્કેલીઓ આવી છે કે ઘણા રાજ્યોએ તેમાંથી નીકળી જવાનું નક્કી કર્યું છે. બિહાર અને ગુજરાતે હવે આ યોજના બંધ જ કરી દીધી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જણાવ્યું હતું કે પાક વીમા કંપનીઓએ બહુ ઊંચું પ્રિમિયમ (4500 કરોડ રૂપિયા) માગ્યુ તે પછી રાજ્ય સરકારને તે રદ કરવાની ફરજ પડી હતી. ગુજરાત સરકારે કેન્દ્રની વીમા યોજનાના બદલે પોતાની રીતે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ બધા જ ખેડૂતોને પાક વીમા હેઠળ આવરી લેવાનો નિર્ણય કરાયો. 2020ના વર્ષ માટે ખરીફ પાકમાં બધા ખેડૂતોને વીમામાં લઈ લેવાયા છે અને તે માટે રાજ્ય સરકારે 1700થી 1800 કરોડની જોગવાઈ કરી છે.

પશ્ચિમ બંગાળ અને બિહારની સરકારોએ પણ પોતાની વીમા યોજનાઓ શરૂ કરી છે, જેમાં ખેડૂતોએ પ્રિમિયમ ભરવાનું હોતું નથી. પંજાબમાં PMFBYનો અમલ કરવામાં જ આવ્યો નહોતો. આ વર્ષે બીજા ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારે લખી જણાવ્યું છે કે તેઓ આ વીમા યોજનામાં રહેવા માગતા નથી. મોટા ભાગના રાજ્યોએ પોતાના હિસ્સે આવતું પ્રિમિયમ જમા જ કરાવ્યું નથી.

તેના કારણે ખેડૂતોને વીમો મળ્યો નથી. વીમા કંપનીઓએ 2019માં દાવાની ત્રીજા ભાગની રકમ પણ વળતર તરીકે આપી નથી. આના કારણે ખેડૂતોમાં નારાજગી છે કે વીમા યોજનામાં માત્ર વીમા કંપનીઓને જ તગડી કમાણી થઈ છે.

આંધ્ર પ્રદેશમાં નિવાર વાવાઝોડું આવ્યું ત્યારે ભારે નુકસાન થયું હતું. તેના વળતર માટે ખેડૂતોએ કરેલા દાવા વીમા કંપનીએ આપ્યા નથી તેની નારાજી છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં ખેડૂતોએ કૃષિ કાયદાઓ સામે આંદોલન ઉપાડ્યું છે તેને ખેડૂતોનું સમર્થન વધી રહ્યું છે. ખેડૂતો માગણી કરી રહ્યા છે કે પાક વીમા માટે વધારે સારી વ્યવસ્થાની જરૂર છે.

પાક વીમા સામેના પડકારો

કૃષિ મંત્રાલયના સહયોગ સાથે આઈઆઈએમ અમદાવાદ દ્વારા પ્રધાન મંત્રી ફસલ બીમા યોજનાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 9 રાજ્યોમાં તેનો કેવી રીતે અમલ થયો તેની તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે ધિરાણ લેનારા ખેડૂતોમાં પણ પાક વીમા બાબત ભાગ્યે જ કોઈ જાણકારી હોય છે. લોનમાંથી પ્રિમિયમ બારોબાર કપાઇ જતું હોય છે અને ખેડૂતોને ખ્યાલ પણ નથી હોતો. ખેડૂતોમાં આની જાગૃતિ બાબતમાં બંગાળમાં પંચાયતોએ સારી ભૂમિકા ભજવી હતી, જ્યારે આસામમાં બેન્કોએ ખેડૂતોને આ બાબતમાં જાગૃત કર્યા હતા.

મોટા ભાગના રાજ્યોમાં વીમા એજન્ટોની ખાસ કોઈ ભૂમિકા નહોતી. આ બાબત મહત્ત્વની છે, કેમ કે એજન્ટો અને વીમા કંપની પ્રયાસો કરે તો જ ધિરાણ ના લેનારા ખેડૂતો વીમો લે. અભ્યાસ દરમિયાન ખેડૂતોએ જણાવ્યું કે વીમો લેવા માટે જરૂરી કાગળિયા કરવા પડે છે તે જફા ઓછી કરવી જોઈએ. વધુ વળતર મળવું જોઈએ, યોજના પારદર્શી હોવી જોઈએ અને પશુઓને નુકસાન થાય તેની પણ સહાય મળવી જોઈએ. સાથે જ પંચાયતને આમાં વચ્ચે રાખવી જોઈએ તેવી માગણી ખેડૂતોની હતી.

આવા પગલાં લેવામાં આવે તો ખેડૂતો PMFBY જેવી જ ખાનગી કંપનીની વીમા યોજના માટે 10% સુધી પ્રિમિયમ આપવા તૈયાર છે. પરંતુ તેની સામે નુકસાન જાય ત્યારે વળતરની ચૂકવણી છ જ મહિનામાં થઈ જવી જોઈએ અને પ્રક્રિયા સરળ હોવી જોઈએ તેવી માગણીઓ થઈ હતી. આ દર્શાવે છે કે ખેડૂતોમાં વીમા યોજના માટે ઘણી શક્યતા છે, પણ યોગ્ય રીતે તેનું આયોજન થવું જોઈએ.

બીજી બાજુ વીમા કંપનીઓને પાક વીમામાં બહુ રસ નથી, કેમ કે તેમાંથી નફો થવાની શક્યતા ઓછી હોય છે. તેમાં જોખમ વધારે હોય છે. બીજું કે ખેડૂતોમાં વીમા કંપનીઓ માટે ખરાબ છાપ પડી ગઈ છે. તેના કારણે ખેડૂતો સાથે કામ કરવામાં કંપનીઓ માટે મુશ્કેલી છે. રાજ્ય સરકારોને પણ એવું લાગતું હોય છે કે ખેડૂતો વતી 50 ટકા પ્રિમિયમ પોતે ચૂકવે છે તે ખેડૂતોને રાહત જેવું જ છે. આ રકમ પ્રિમિયમમાં જતી રહે, જ્યારે ખેડૂતોને તો માત્ર નુકસાન થાય ત્યારે જ વળતર મળે.

પાક વીમો મળવામાં મોટું થાય તેના કારણે ખેડૂતોમાં અસંતોષ જાગે છે. વીમા કંપનીઓ માટે મુશ્કેલી એ છે કે પાકને થયેલું નુકસાન નક્કી કરવાનું કામ કપરું છે. વળતર નક્કી કરવા માટે ક્રોપ કટિંગ કરવાનું હોય છે તે કામ બહુ અઘરું છે અને તેના માટે કંપનીએ સ્થાનિક ધોરણે તંત્ર ઊભું કરવું પડે તેમ છે. આ બધા પાછળ મોટું રોકાણ કરવું પડે તેમ છે, તેના કારણે વીમા કંપનીઓ પણ બહુ રસ પડતો નથી. સ્માર્ટ ફોન અને રિમોટ સેન્સિંગ જેવી ટેક્નોલૉજીનો ઉપયોગ થઈ શકે છે, પણ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો વચ્ચે આ બધી સિસ્ટમના અમલમાં વ્યવહારુ મુશ્કેલીઓ હોય છે.

સમગ્ર રીતે જોઈએ તો PMFBY યોજનાને વ્યાપક બનાવીને ખેડૂતોને લાભ આપી શકાય તેમ છે. પરંતુ તે માટે ખેડૂતો, રાજ્ય સરકારો અને વીમા કંપનીઓ પણ સ્વીકાર્ય તેવી યોજના તૈયાર કરવી પડે. સાથે જ જિલ્લા અને ગ્રામ પંચાયતોને સાથે જોડીને યોજના તૈયાર થાય તો તેનો વ્યાપ વધી શકે છે.

આંધ્ર અને તેલંગાણામાં કુદરતનો માર વધારે પડતો હોય છે, વારંવાર વાવાઝોડા આવે છે અને વરસાદ અનિશ્ચિત હોય છે. આવી મુશ્કેલીમાં રહેલા ખેડૂતો માટે પાક વીમાની તાતી જરૂર છે.

ખેડૂતો માટે સારા ઇરાદા સાથે PMFBY લાવવામાં આવી હતી, પણ તેનો અમલ અસરકારક રીતે થઈ શક્યો નથી. તેમાં રહી ગયેલી ખામીઓ દૂર કરીને ખેડૂતોને પણ વીમાનું રક્ષણ મળે તેવું કરવાની તાતી જરૂર છે.

ડૉ. એન.વી.આર. જ્યોતિ કુમાર, વાણિજ્ય વિભાગના વડા, મિઝોરમ સેન્ટ્રલ યુનિવર્સિટી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.