મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. જુદી જુદી મીડિયા અને સર્વે સંસ્થાઓ એક્ઝિટ પૉલ રજૂ કરી રહ્યા છે જાણો શુ છે એક્ઝિટ પોલના આંકડા...
24 ઓક્ટોબરના રોજ ચૂંટણીના પરિણામ પહેલા અલગ-અલગ મીડિયા અને સર્વે કરનારી સંસ્થાઓએ એક્ઝિટ પૉલના આંકડાઓ દર્શાવ્યા છે.
મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે આ પહેલા સાંજના 6 વાગ્યે બંને રાજ્યોના મતદાનની ટકાવારી જણાવી હતી. આયોગના અધિકારઓએ જણાવ્યું કે, અમુક વિધાનસભા વિસ્તારમાં સાંજે 6 વાગ્યા બાદ પણ મતદાન ચાલુ રહ્યું હતુ, જેના કારણે મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે.
મીડિયા કંપની | ભાજપ+ | કોંગ્રેસ+ | અન્ય |
ટાઇમ્સ નાઉ | 71 | 11 | 08 |
એબીપી-સી-વોટર | 72 | 08 | 10 |
ન્યુઝ 18- આઇપીએસઓએસ | 75 | 10 | 05 |
રિપબ્લીક ટીવી-જન કી બાત | 57 | 17 | 16 |
ઈંડિયા ટુડે માઇ એક્સિસ | 69 | 11 | 10 |
જ્યારે મહારાષ્ટ્રના નક્સલથી પ્રભાવિત વિસ્તારમાં પણ મતદાન શાંતિ પૂર્વક થયુ હતુ. હરિયાણા વિધાનસભા ચૂંટણી અને બીજા રાજ્યોની પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્વક થયુ હતું.
મીડિયા કંપની | ભાજપ+ | કોંગ્રેસ+ | અન્ય |
રિપબ્લીક ટીવી-જન કી બાત | 216-230 | 50-69 | 8-11 |
ઈંડિયા ટુડે માઇ એક્સિસ | 166-194 | 72-90 | 22-34 |
એબીપી-સી-વોટર | 204 | 69 | 15 |
ન્યુઝ 18- આઇપીએસઓએસ | 243 | 41 | 04 |
ટાઇમ્સ નાઉ | 230 | 48 | 10 |
દરેક એક્ઝિટ પોલ પ્રમાણે બન્ને રાજ્યોમાં ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં પણ બીજેપીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. હરિયાણામાં જીત મેળવ્યા બાદ મનોહરલાલ ખટ્ટરે સીએમ તરીકે એક નવુ નામ બહાર આવ્યું હતુ. જ્યારે મહારાષ્ટ્રમાં દેવેંન્દ્ર ફડણવીસ જેવા યુવા નેતાને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આગામી 24 તારીખે આ બંને રાજ્યોમાં નવા મુખ્ય પ્રધાનની સૌ કોઈને રાહ હશે.