નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી લઘુમતી પંચના ઝફરૂલ ઈસ્લામને નોટિસ પાઠવીને તેને આયોગના પદ પરથી કેમ ન હટાવવામાં આવે તે બાબતે ખુલાસો માગ્યો છે.
ઝફરૂલ ઈસ્લામને પંચના અધ્યક્ષ પદ પરથી હટાવવાની માંગ
ઝફરૂલ ઈસ્લામને દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ પદ પરથી હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ અરજી વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઝફરૂલ ઈસ્લામે ભારત અંગે અપમાનજનક નિવેદન આપ્યું છે. ઝફરૂલ ઈસ્લામ સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ આ બાબતે દિલ્હી સરકાર કાર્યવાહી કરી રહી નથી.
દેશદ્રોહ વાળી પોસ્ટ મુકવાનો આરોપ છે
પિટિશનમાં માગ કરવામાં આવી છે કે, ઝફરૂલ ઈસ્લામને તેમના લૌકિક આયોગ માટે દિલ્હી લઘુમતી આયોગ અધિનિયમ કલમ 4 (4) (4) હેઠળ દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવે.
અરજીમાં ઝફરૂલ ઈસ્લામની 28 ફેબ્રુઆરીની ફેસબુક પરની પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ બળતરા અને ધમકીભર્યા શબ્દોમાં કોમેન્ટ કરી હતી.
અરજીમાં જણવ્યા મુજબ ઝફરૂલની આ ટિપ્પણી બંને ધર્મો વચ્ચે વિવાદ ઉભો કરવાના હેતુથી કરવામાં આવી હતી. આ ટિપ્પણી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારત કોરોના વાઈરસ જેવા વૈશ્વિક રોગચાળા સાથે ઝઝૂમી રહ્યું છે.