કાશ્મીર ઘાટીમાંથી છેલ્લા 3 મહિનામાં 6 લાખ ટન તાજા ફળોની નિકાસ કરવામાં આવી છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં કાશ્મીર ખીણમાંથી 41,672 ટ્રકમાં 5,88,123 ટન તાજા ફળો બહાર મોકલવામાં આવ્યા છે. પશુઓ, બકરીઓ, મત્સ્યઉદ્યોગ અને પરિવહન વિભાગના મુખ્ય સચિવ અસગર હસન સામુને મીટિંગમાં ખીણમાંથી ફળો નિકાસ માટેની પરિવહન સુવિધાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કુલગામ, શોપિયન, અનંતનાગ, સોપોર, બારામુલ્લા, ચારારી શરીફ, પુલવામા અને પરિમપોરાના ફળ ઉત્પાદક યુનિયનના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતાં.
ઑગષ્ટ મહિનામાં ઘાટીમાંથી 5,070 ટ્રકોમાં 66,492 ટનનો નિકાસ થયો હતો, સપ્ટેમ્બર મહિનામાં 11,837 ટ્રકોમાં, 1,64,072.66 ટન ફળનો નિકાસ કર્યો હતો. ઑક્ટોબરની 20 તારીખ સુધીમાં 24,765 ટ્રકોમાં 3,57,558.30 ટન ફળોની નિકાસ કરી હતી.
દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓએ 11 દિવસમાં 3 ટ્રક ડ્રાઈવર સહિત 4 લોકોની હત્યા કરી તેમના ટ્રકો સળગાવી દીધા હતાં. આ ટ્રક ડ્રાઈવરો સફરજનની હેરફેર માટે ત્યાં ગયા હતાં.