નવી દિલ્હીઃ JNUથી Phdના એક વિદ્યાર્થી શપજીલ ઇમામે વિવાદસ્પદ ભાષણ આપવું મોંઘું પડ્યું છે. આ અંગે JNUના મુખ્ય સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, શરજીલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક વિવાદસ્પદ ભાષણ આપ્યું હતું. જેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી, ત્યારે JNU પ્રોક્ટરે શરજીલથી આ વિશે પર પ્રોક્ટોરિયલ સમિતિની સમક્ષ 3 ફ્રેબુઆરી સુધી હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.
JNU રજિસ્ટ્રાર પ્રમોદ કુમારના તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, JNUના ચીફ પ્રોક્ટરની ઓફિસમાં મુખ્ય સુરક્ષા અધિકારી તરફથી એક ફરિયાદ પત્ર મોકલવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, JNUના સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સમાં Phdના વિદ્યાર્થી શરજીલ ઇમામે 16 જાન્યુઆરીના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિવાદસ્પદ ભાષણ આપ્યું હતું. જેમાં ભારતીય બંધારણને લઇ ભાષણ આપ્યું હતું. આ પત્રમાં મુખ્ય સુરક્ષા અધિકારીએ કહ્યું કે, શરજીલના વિરુદ્ધ દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
JNUના ચીફ પ્રોક્ટરે ફરિયાદને ધ્યાનમાં લઇ શરજીલને નિર્દેશ આપ્યા છે કે, તે 3 ફ્રેબુઆરી પહેલા પ્રોક્ટોરિયલ સમિતિને મળે, ત્યારે અમુક વિદ્યાર્થીઓએ શરજીલ પર લાગેલા આરોપોને પરત લેવાની માગ કરી રહ્યા છે.