JNUમાં JNU શિક્ષક સંઘ અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રવિવારે થયેલી ઘટનાના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ વિદ્યાર્થીઓના સમર્થન માટે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સમય દરમિયાન JNU વિદ્યાર્થી સંગઠનના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમારે આઝાદીના નારા લગાવ્યા હતા. એ સમયે દીપિકા પાદુકોણે JNU વિદ્યાર્થી સંઘની પ્રમુખ આયેશા ઘોષની તબિયત અંગે પુછપરછ કરી હતી અને ત્યાંથી રવાના થઈ ગઈ.
- દીપિકાએ મૌન રહીને કર્યું સમર્થન
આપને જણાવી દઈએ કે, ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ લગભગ દસ મિનિટ સુધી વિદ્યાર્થીઓ સાથે રહી પરંતુ તે દરમિયાન તેણે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું ન હતું. તેઓ કંઈ બોલ્યા વગર જ ત્યાંથી ચાલ્યા ગયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા આ બેઠક સાબરમતી છાત્રાલયના ટી પોઈન્ટ ખાતે યોજવામાં આવી હતી.
- #BoycottChhapaak ટ્રેન્ડ પર
મંગળવાર રાત્રે દીપિકા JNU પહોંચી હતી. જે કારણે સોશિયલ મીડિયા પર તેમની આ ફિલ્મનો બહિસ્કાર કરવાના મેસેજ ફરતા થયા હતા. ઘણા લોકો સોશિયલ મીડિયા પર #BoycottChhapaak લખી આ ફિલ્મનો બહિસ્કાર કરી રહ્યા છે.
- ભાજપ નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ દીપિકાની ફિલ્મને બહિષ્કાર કરવાની કરી અપીલ
બગ્ગાએ દીપિકાની JNU મુલાકાતનો વિરોધ કર્યો હતો. તેમણે #TukdeTukdeGang ટેગ સાથે ટ્વીટર પર લખ્યું કે, દીપિકાએ અફઝલ અને ટુકડે ટુકડે ગેન્ગનું સમર્થન કર્યું છે. જો તમે દીપિકાનો વિરોધ કરો છો, તો રિટ્વીટ કરો.
આ સિવાય ભાજપના નેતા ઇન્દુ તિવારીએ પણ દીપિકાની ટીકા કરી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે દીપિકાને તેની ક્ષમતા પર ભરોસો નથી.