જુગસલાઈ નગર પાલિકાના સ્પેશિયલ અધિકારી જે.પી.યાદવે ઈટીવી ભારત સાથે વાત કરતાં કહ્યુ હતું કે, " પ્લાસ્ટિકના દૂષણ સામે લડવા માટે વાસણોની બેન્કિંગની કલ્પના કરી હતી. જેનો અમલ કરવા આ પહેલ કરી છે. ભવિષ્યમાં સ્વચ્છતા, સારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા આ બેંકનો વિસ્તાર વધારીશું "
'આ યોજનાનો અમલ સૌથી પહેલા 50-10 લોકોના નાના કાર્યક્રમો થકી કરાયો હતો. અમે 37 સ્વ સહાય જુથો આ ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ વાસણ બેંકથી મહિલાઓને પણ આવક મળે છે. જો યોજના સફળ થશે તો વાસણોની સંખ્યામાં વધારો કરીશું.' તેવું પાલિકાના સીટી મિશન મેનેજર ગ્લેનીશ મિન્ઝે જણાવ્યુ હતું.
જુગસલાઈ પાલિકા દ્વારા શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના લોકોને ધ્યાનમાં રાખીને આ બેંક દ્વારા વાસણોના અલગ - અલગ સેટ રખાયા છે. SHGના સભ્ય સુમન કુમારીએ કહ્યુ હતું કે, "આ બેંક પ્લાસ્ટિકના ઉપયોગ ઓછો કરવામાં મદદરુપ નિવડે છે. સ્ટીલના વાસણોનો ઉપયોગ ઘરેલું અનુભૂતિ આપે છે."
જુગસલાઇ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમની સેવાઓના પ્રચાર- પ્રસાર માટે મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે. લોકોને વોટ્સએપ દ્વારા વાસણ બેંક અંગેની જાણકારી અપાઈ છે.