ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 6 જિલ્લાઓની 16 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 3 વાગ્યા સુધી 59.16 ટકા મતદાન નોંધાયું છે. આ તબક્કાની ચૂંટણીમાં 16 બેઠકોમાંથી નક્સલ પ્રભાવિત 5 બેઠક માટે શુક્રવાર સવારે 7 કલાકથી બપોરના 3 વાગ્યા સુધી મતદાન થયું. ત્યારે બાકી રહેલી 11 બેઠકો પર સાંજે 5 કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
6 જિલ્લાઓની 16 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે. જેની 5 બેઠકો પર 3 વાગ્યા સુધી અને 11 સીટો પર 5 વાગ્યા સુધી મતદાન થયું. આ બેઠક પર 236 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જેમાં 207 પુરુષ અને 26 મહિલાઓ છે. આ ઉમેદવારોનું ભાવિ 40.05 મતદારો નક્કી કરશે.
ઝારખંડના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેષકુમાર ચૌરસિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, "રાજમહેલ, પાકુર, નાલા, જામતારા, દુમકા, જામા, જરમુંદી, સારથ, પોડાઇહાટ, ગોદડા અને મહાગમામાં મતદાતાઓએ સવારે સાતથી પાંચ વાગ્યા સુધી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ ઉપરાંત બોરીયો, બરહેટ, લટ્ટીપાડા, મહેશપુર અને શિકારીપાડામાં સવારે 7 વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધી મતદાન યોજાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મતદાન માટે નિર્ધારિત સમયે મતદાન મથકે હાજર રહેનારા મતદારોને મતદાન કરવાની છૂટ આપવામાં આવશે."
ચૌરસિયાએ જણાવ્યું હતું કે, 16 બેઠકો માટેના પાંચમા તબક્કાના મતદાનમાં અનામત સહિત કુલ 8,987 બેલેટ યુનિટ, 6,738 કંટ્રોલ યુનિટ અને 7,006 VVPTનો ઉપયોગ થવો જોઈએ. તેમજ વિધાનસભા બેઠકો માટે 16 કે તેથી વધુ ઉમેદવારો છે. ત્યાં બે બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. આવી બેઠકોની સંખ્યા પાંચ છે. જેમાં રાજમહેલ, નાલા, જરમુન્ડી, સારથ અને માહગામા સમાવેશ થાય છે.