જિલ્લા કલેક્ટર ચૌધરીએ નમાઝ અદા કરવાની જગ્યાઓ, અમુક મસ્જિદ તથા મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અસુવિધાને ઓછી કરવા માટે તથા સુવિધાઓ યોગ્ય રીતે લાગૂ કરવા માટે થઈ પ્રયાસો થઈ રહ્યા છે.
સાથે સાથે અહીં હાલ 250થી પણ વધારે એટીએમ મશીન ખોલવામાં આવ્યા છે. તથા બેંક શાખાઓ પણ કાર્યરત થઈ ગઈ છે.
કાશ્મીર ડિવીઝલ કમિશ્નર બશીર ખાને જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ માહોલ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
તો વળી ઈદના તહેવારને લઈ પ્રશાસન તરફથી ઘાટીમાં ખરીદી કરવા માટે થઈ થોડી ઢીલ વર્તવામાં આવી છે.
JK પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ સુધી સામાન્ય સ્થિતી છે, કોઈ પણ દુર્ઘટનાની જાણકારી મળી નથી.
ઘાટીમાં બકરીદના કારણે વર્તવામાં આવેલી ઢીલના કારણે લોકો બજારોમાં ઈદની ખરીદી કરતા જોવા મળ્યા હતાં.