નવી દિલ્હી: દુનિયામાં 100થી વધુ દેશ કોરોના વાયરસથી પ્રભાવિત છે. જેની સામે લડવા સાર્ક દેશોએ એકજૂથતા દેખાડી છે. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોના નેતા સાથે કોન્ફેરન્સ કરી હતી. આ દરમિયાન પાકિસ્તાન તેમની હરકતો કરવાનું ભૂલ્યું ન હતું. પાકિસ્તાનના સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન ઝફર મિર્ઝાએ તેમના સંબોધનમાં જમ્મૂ-કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોરોના પર નિયંત્રણ માટે કાશ્મીર ઘાટી પરથી પ્રતિબંધ દુર કરવો જોઈએ.
સાર્ક દેશોની ચર્ચામાં પાકિસ્તાનના સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન ઝફર મિર્ઝાએ કહ્યું કે, આ ચિંતા કરવાની વાત છે કારણ કે, જમ્મૂ-કાશ્મીરથી કોરોના વાયરસ (COVID19)ની સૂચના મળી છે અને સ્વાસ્થય આપતકાળને લઈ જરુરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં લગાવેલા બધા જ પ્રતિબંધો દુર કરવામાં આવે.