ETV Bharat / bharat

યુએન સુરક્ષા પરિષદના સભ્યપદ માટે ભારતે કર્યો દાવો - યુએન

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ના સભ્યપદ માટે ભારતે આજે દાવો કર્યો હતો.

India
ભારત યુએન સુરક્ષા પરિષદના સભ્યપદ માટે દાવો કરે છે
author img

By

Published : Jun 5, 2020, 2:53 PM IST

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યપદ માટે ભારતનો દાવો કર્યો છે. તેમણે આ અંગે એક કાર્યક્રમ દરમિયાન એક પુસ્તિકા પણ બહાર પાડી છે. વિદેશ પ્રધાને કહ્યું કે, ભારત યુએનએસસીની અસ્થાયી બેઠક પર બે વર્ષોની સભ્યપદનો દાવો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે બે વર્ષનો સમયગાળો જાન્યુઆરી 2021 માં શરૂ થશે.

તેમણે જણાવ્યું કે, યુએનમાં 17 જૂને આ બેઠક માટે મતદાન થશે. ભારત આ બેઠક માટે પ્રાદેશિક પક્ષો દ્વારા સમર્થિત એકમાત્ર ઉમેદવાર છે. વિદેશપ્રધાને કહ્યું કે, 10 વર્ષ પૂર્વ ભારત સુરક્ષા પરિષદમાં ચૂંટાયું હતું. તેમણે જણાવ્યું કે, આ પછી સ્થિતિ બદલાઇ ગઇ છે. તેમણે બદલતા સમય સાથે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાથી સંબધિત 4 મોટા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.