ETV Bharat / bharat

કોરાના વાયરસ: ઇરાનમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવાનું કામ શરૂ: વિદેશ પ્રધાન - વિદેશપ્રધાન એસ જયશંકર

વિદેશપ્રધાન એસ જયશંકરે કોરોના વાયરસને પગલે ઇરાનમાં ફસાયેલા ભારતીયોને પરત લઇ આવવા માટેનું આશ્વાસન આપ્યું છે. તેઓએ કહ્યું કે, ભારત સરકાર ઇરાનના સહકારથી ભારતીઓને પરત લઇ આવવાનો પ્રયાસ કરી રહી છે.

કોરાના વાઇરસ : ઇરાનમાં ફસાયેલા ભારતીઓને પરત લઇ આવવાનું કામ શરૂ : વિદેશ પ્રધાનકોરાના વાઇરસ : ઇરાનમાં ફસાયેલા ભારતીઓને પરત લઇ આવવાનું કામ શરૂ : વિદેશ પ્રધાન
કોરાના વાઇરસ : ઇરાનમાં ફસાયેલા ભારતીઓને પરત લઇ આવવાનું કામ શરૂ : વિદેશ પ્રધાન
author img

By

Published : Mar 2, 2020, 9:33 AM IST

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા ઇરાનમાં ફસાયેલા લોકોને પરત લઇ આવવાની પ્રક્રિયા હાથ ધરવા સરકાર ઇરાની અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. જયશંકરનું આ નિવેદન એવા સમયે સામે આવ્યુ જ્યારે કેરળના મુખ્ય પ્રધાન ઉપરાંત કોંગી નેતા શશિ થરૂર સહિત અનેક લોકોએ ઇરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લઇ આવવાની અપીલ કરી છે.

આ તકે કોંગી નેતા શશિ થરૂર વિદેશ પ્રધાનને કોરોના વાયરસના કારણે ઇરાનમાં ફસાયેલા માછીમારોના મુદ્દે તુરંત કાર્યવાહી કરે અને તેને પરત લઇ આવવા ઇરાની અધિકારીઓ સાથે તમામ મુદ્દાઓ પર તપાસ કરવાની અપીલ કરી છે.

ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, કોરોના વાયરસના કારણે વધુ 11 લોકોના મોત થયા છે અને આ વાયરસથી વધુ 385 કેસ સામે આવ્યાં છે, જેનાથી મૃત્યુ અને કોરોના વાયયરસથી પ્રભાવિત થવાની સંખ્યામાં વધારાની સાથે મૃત્યુઆંક 54 થયો છે. આ ઉપરાંત 978 લોકો વાયરસથી પ્રભાવિત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.