નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 74,442 કેસ નોધાયા છે અને 903 દર્દીઓના મોત નિપજ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 66 લાખને પાર થઇ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જણાવ્યું હતું કે દેશમાં આજે સતત બે અઠવાડી કોરોના વાઇરસના કેસ 10 લાખ કરતા ઓછા છે.હાલ રાષ્ટ્રીય રિકવરી રેટ 84.34 ટકા છે.
ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર ગઈકાલે (4 ઓક્ટોબર) સુધીમાં કોરોના વાયરસ કુલ 7,99,82,394 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં ગઈકાલે 9,89,860 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- સૌથી વધુ 5 સંક્રમિત રાજ્યના આંકડા
રાજ્ય | કુલ સંખ્યા | મોત |
મહારાષ્ટ્ર | 14,30,861 | 37,758 |
કર્ણાટક | 6,30,516 | 9,218 |
તમિળનાડુ | 6,14,507 | 9,718 |
આંધ્રપ્રદેશ | 7,13,014 | 5,941 |
ઉત્તરપ્રદેશ | 4,10,626 | 5,977 |