આ ઉપરાંત, બાગલકોટ ખાતે બેન્કના કર્મચારીના નિવાસ્થાન પર દરોડા પાડી 1 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ અંગે એક્સપર્ટનું માનવું છે કે, આ બેન્ક કર્મચારી રોકડ રકમની વહેંચણી ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવા માટે કરતો હતો.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગે વધુમાં જણાવવામાં આવ્યું કે, હાલમાં ગોવા ખાતે તપાસ કાર્યવાહી ચાલુ છે, જેમાં એક જ્વેલર્સની દુકાન ચલાવતા બે ભાઇઓના ઘર તથા દુકાન પર તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં દુકાનના માલિક તમામ વ્યવહાર રોકડમાં કરતા હતા. જેથી કોઇ પણ પાર્ટીને રોકડની જરૂર પડ્યે ચેકના બદલામાં રોકડ પુરી પાડતા હતા. જેને લઇને જ્વેલરીની દુકાનમાં રેડ કરીને 30 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. જ્યારે આ બંને ભાઇઓના નિવાસ સ્થાન પર હાલમાં તપાસ ચાલુ છે. બંને દુકાનોમાં પણ સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે.