ETV Bharat / bharat

કોઈ અધિકારીની ભૂલ નથી, તો ચિદમ્બરમ જવાબદાર કેવી રીતે?: ડૉ. મનમોહન સિંહ - dilhi

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તિહાડ જેલમાં પી.ચિદમ્બરમની મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે, કોઈ પ્રધાનને કોઈ પ્રસ્તાવની મંજૂરી આપવા માટે જવાબદાર ગણાવામાં આવશે, તો સંપૂર્ણ કાર્યપ્રણાલી ધ્વસ્ત થઈ જશે.

કોઈ અધિકારીની ભૂલ જ નથી તો ચિદમ્બરમ જવાબદાર કેમ?ઃ મનમોહન સિંહ
author img

By

Published : Sep 24, 2019, 2:12 PM IST

23 સપ્ટેમ્બરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પી.ચિદમ્બરની ધરપકડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે પ્રસ્તાવને મંજૂરી આપનારા કોઈ અધિકારીની ભૂલ નથી, તો ચિદમ્બરમ પર નાણાપ્રધાન તરીકે કોઈ આરોપ સાબિત થતો નથી, જો અધિકારીની ભૂલ નથી. તો પ્રસ્તાવની મંજૂરી કોણે આપી તે જાણવું અઘરું છે. અમને ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે, જે નિર્ણય આવશે તે મંજૂર રહેશે."

ઉલ્લેખનીય છે કે, INX મીડિયાના ઘટનામાં ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ, તે તિહાડ જેલમાં કેદ છે. મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ચિદમ્બરને મળવા માટે તિહાડ જેલ પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેઓ ચિદમ્બરની ધરપકડને લઈ ચિંતિત જોવા મળ્યા હતાં. તેમણે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, "આપણી સરકારી પ્રણાલીમાં કોઈ નિર્ણય કોઈ એક વ્યક્તિ દ્વારા લેવાતો નથી. બધા સામૂહિક ચર્ચા કરીને નિર્ણય કરે છે. જેને કોઈ ફાઈલમાં નોંધવામાં આવતું નથી."

આમ, મનમોહન સિંહ સરકારી કાર્યપ્રણાલીની ખામી બતાવી ચિદમ્બરમનો બચાવ કરતાં જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.