ETV Bharat / bharat

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જુલાઇ 2021 સુધી નહીં વધે મોંઘવારી ભથ્થુ

કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાઇરસના સંકટને ધ્યાને રાખીને સરકારે જુલાઇ, 2021 સુધી મોંઘવારી ભથ્થુ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે.

FinMin freezes increment on DA, DR for central govt employees, pensioners

author img

By

Published : Apr 23, 2020, 3:42 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ મહામારી પર કાબુ મેળવવા માટે લાગેલી કેન્દ્ર સરકારે વધતા આર્થિક ભારને ધ્યાને રાખીને પોતાના ખર્ચાઓમાં ઘટાડો કરવાની શરુઆત કરી છે. આ દિશામાં આગળ વધતા સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનલાભાર્થીઓને મળતા મોંઘવારી ભથ્થાની નવા વિચારો પર જુલાઇ 2021 સુધી રોક લગાવી છે.

મળતી માહિતી મુજબ કોવિડ 19 મહામારીને કારણે સરકારના ખજાના પર વધતા દબાણને લીધે કેન્દ્રએ જાન્યુઆરી 2020થી લઇને એક જુલાઇ 2021ને વચ્ચે આપવામાં આવેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારીમાં રાહતના હપ્તાની ચૂકવણી પર રોક લગાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ પગલાથી સરકારના ચાલુ નાણાકીય વર્ષ 2020-21 અને આવતા નાણાકીય વર્ષ 2021-22માં કુલ મળીને 37,530 કરોડ રુપિયાની બચત થશે. જો કે, કર્મચારીઓ અને પેન્શનલાભાર્થીઓને મોંઘવારી ભથ્થાના સ્તર પર ચૂકવણી થતી રહેશે.

આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 61 લાખ પેન્શનાર્થીઓ પર અસર પડશે.

આ મામલે રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારનું અનુકરણ કરી રહી છે. જો રાજ્ય સરકારે પણ આ સમય દરમિયાન કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા અને પેન્શનાર્થીઓની મોંઘવારી રાહતના 3 હપ્તાની ચૂકવણી ન કરે તો તેને પણ 82,566 કરોડની બચત થશે.

કુલ મળીને કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્તપ પર આનાથી 1.20 લાખ કરોડ રુપિયાની બચત થશે. જેનાથી કોવિડ 19 સામે લડાઇમાં મદદ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.