ઈનાડુ-રામોજી ગ્રુપે ઉમદા પહેલ કરતાં વર્ષ 2018ના કેરળના પૂર અસરગ્રસ્તોને રવિવારે 121 ઘરની માલિકી સોંપી હતી. આ અવસરે કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને લાભાર્થીઓને મકાનની ચાવી સોંપી હતી. આ દરેક મકાન 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં પૂર પીડિતો માટે રાજ્ય સરકારે બનાવેલા આવાસ પ્રોજેક્ટ પછી રામોજી ગ્રુપનો પ્રોજેક્ટનો બીજા નંબરનો સૌથી મોટો હાઉસિંગ પ્રોજેક્ટ છે. જેમાં અસરગ્રસ્તોને 121 ઘરની માલિકી સોંપવામાં આવી હતી.