આર્થિક સર્વેક્ષણમાં કહેવાયું હતું કે, 14 જૂન 2019 સુધી 30 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લગભગ લગભગ વ્યક્તિગત ઘરેલુ શૌચાલય ઉપલબ્ધ કરાવ્યા છે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2018-19 રજૂ કર્યું જેમાં તેમણે વિતેલા ચાર વર્ષમાં 99.2 ટકા ગ્રામિણ ભારતને એસબીએમના માધ્યમથી કવર કર્યું હોવાની વાત જણાવી હતી.
એસબીએમ દ્વારા પાંચ વર્ષથી નાના બાળકોમાં ઝાડા, ઉલ્ટી, મેલેરિયા જેવા રોગ તથા શિશુમાં વજન ઘટાડો જેવી બાબતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.