નવી દિલ્હી: ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંધન કરવા મામલે ભાજપ સાંસદ પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે બંનેના નામને ભાપપના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બાકાત કરવા કહ્યું છે. એ તો ક્લીયર છે કે તે હવેથી ચૂંટણી પ્રચાર નહીં કરે.
ચૂંટણી પંચના સચિવ પવન દિવારી દ્વારા નિવેદનમાં કહ્યા મુજબ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઠાકુર અને વર્માના વિવાદિત નિવેદન દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા મામલે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના રિપોર્ટ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઠાકુર પર રિઠાલા વિધાનસભા વિસ્તારમાં સોમવારે સભા દરમિયાન વિવાદિત સ્લોગન લગાવવાનો આરોપ છે. જ્યારે પશ્ચિમી દિલ્હીના સાંસદ વર્મા પર CAAના વિરોધ કરનારા પર વિવાદીત કોમેન્ટ કરવાનો આરોપ લાગ્યો છે. ચૂંટણી પંચે મંગળવારના રોજ આ મામલે ઠાકુરને નોટીસ ફટકારી ગુરૂવાર સુધી જવાબ આપવા જણાવ્યું છે. વર્મા વિરૂદ્ધ કાર્યવાહી કરવા પર પંચ વિચાર કરી રહ્યો છે. જેનો નિર્ણય તુરંત આવે તેવી આશા સેવાઇ રહી છે.
હકીકતમાં અનુરાગ ઠાકુર ભાજપના ઉમેદવાર મનીષ ચોધરી દિલ્હી વિધાનસભાના ઉમેદવાર હોય જેના પ્રચાર પ્રસાર માટે ગયાં હતા અને કહ્યું હતું કે, દિલ્હીને સુરક્ષિત રાખવા ઇચ્છો છો તો ભાજપને વોટ આપજો. આ ઉપરાંત સંબોધન કરતા સમયે યુવા અને સમર્થકો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા- 'દેશ કે ગદ્દારો કો, ગોલી મારો...' આ સૂત્રને અનુરાગ ઠાકુરે પણ જોશમાં આવીને સૂત્રોચ્ચાર કરાવવા લાગી ગયા હતાં.