ETV Bharat / bharat

અયોધ્યા નગરી દીવાઓથી ઝળહળી ઉઠશે, 13 નવેમ્બરે યોજાશે દીપોત્સવ કાર્યક્રમ...

રામનગરી અયોધ્યામાં 13 નવેમ્બરે યોજાનારા દીપોત્સવ કાર્યક્રમ માટે યોગી સરકારે મિનીટ ટૂ મિનીટ કાર્યક્રમ નક્કી કરી લીધો છે. 25 વર્ષ બાદ એક નવી પરંપરા શરૂ કરવામાં આવી છે. રામ લલ્લાના જન્મસ્થળ પર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જાતે જઈને દીવડા પ્રગટાવશે.

અયોધ્યામાં 13 નવેમ્બરે દીપોત્સવ કાર્યક્રમ, 3.30 વાગ્યે પહેલો દીવો પ્રગટાવાશે

author img

By

Published : Nov 12, 2020, 6:03 PM IST

  • 13 નવેમ્બરે અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમ
  • સાકેત મહાવિદ્યાલયથી નીકળશે 11 ઝાંખી
  • તમામ ઝાંખી શ્રીરામના જીવનચરિત્ર પર આધારિત
  • બપોરે 3.30 વાગ્યે CM, રાજ્યપાલ રામલલ્લાના કરશે દર્શન

અયોધ્યા (ઉત્તર પ્રદેશ): મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સરયૂ ઘાટ પર શરૂ કરેલી દિવ્ય દીપોત્સવની પરંપરા કોરોના કાળમાં થોડી ધીમી પડી ગઈ છે. તેમ છતાં રામનગરી એક વાર ફરી દીવડાઓની રોશનીથી ઝગમગવા માટે તૈયાર છે. 4 વર્ષથી અહીં ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ યુપી સરકારે આ વખતનો કાર્યક્રમ એક દિવસમાં જ પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. 13 નવેમ્બરે અયોધ્યામાં થનારા તમામ કાર્યક્રમની મિનીટ ટૂ મિનીટ યાદી જાહેર કરી દેવામાં આવી છે.

અયોધ્યામાં 13 નવેમ્બરે દીપોત્સવ કાર્યક્રમ, 3.30 વાગ્યે પહેલો દીવો પ્રગટાવાશે
અયોધ્યામાં 13 નવેમ્બરે દીપોત્સવ કાર્યક્રમ, 3.30 વાગ્યે પહેલો દીવો પ્રગટાવાશે

જાણો, ક્યારે કેટલા વાગ્યે કયું આયોજન હશે?

13 નવેમ્બરના દીપોત્સવનો મુખ્ય કાર્યક્રમ

  • 12 વાગ્યે સાકેત મહાવિદ્યાલયથી નીકળશે 11 ઝાંખી
  • શ્રીરામના જીવનચરિત્ર પર બની 11 ઝાંખી મુખ્ય માર્ગથી થઈ રામકથા પાર્ક પહોંચશે
  • 3 વાગ્યે CM યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી પટેલ પહોંચશે અયોધ્યા એરપોર્ટ
  • 3.30 વાગ્યે CM અને રાજ્યપાલ રામ લલ્લાના કરશે દર્શન, રામલલ્લા સામે પ્રગટાવશે પહેલો દીવો
  • 4 વાગ્યે રામ જન્મભૂમિ પરિસરથી રવાના થશે રામકથા પાર્ક, ભગવાન શ્રીરામ અને માતા સીતાનું કરશે સ્વાગત
  • 5 વાગ્યે CM અને રાજ્યપાલ પહોંચશે સરયૂ આરતી ઘાટ, આરતી પછી રામ કી પૈડી ઉપર કરાશે દીપોત્સવનો શુભારંભ
  • 8 વાગ્યે પહોંચશે સરકીટ હાઉસ, જ્યાં રાત્રિ વિશ્રામ કરશે
  • 14 નવેમ્બરે સવારે ગોરખપુર માટે થશે રવાના

જુઓ... કયા કાર્યક્રમો થશે, શું છે આયોજનના મુખ્ય આકર્ષણ

અયોધ્યામાં થનારા દીપોત્સવ 2020ને લઈને મોટા ભાગના તમામ પ્રમુખ કાર્યક્રમો નક્કી કરી દેવામાં આવ્યા છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ કી પૈડીના તટ પર લાખો દીવડાની દીપમાળા અને ભગવાન રામના જીવન પર આધારિત 11 ઝાંખીઓની શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર રહેશે. જોકે કોરોના સંક્રમણના કારણે કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા વર્ચ્યૂઅલ આતશબાજી આ વર્ષે તમામ આયોજનમાંથી મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત પ્રદેશ સરકારે ડિજિટલ દિવાળી કોન્સેપ્ટ હેઠળ અયોધ્યામાં લોકોની ભીડ ન ઊમટે તેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનના માધ્યમથી અયોધ્યામાં દીવડા પ્રગટાવવાની પણ વ્યવસ્થા કરી છે.

25 વર્ષ બાદ રામ જન્મભૂમિ પર શરૂ થશે નવી પરંપરા

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના મહત્ત્વના નિર્ણય બાદ રામ મંદિર નિર્માણ શરૂ થયા બાદ પહેલી વખત ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથી રામ લલ્લાના દરબારમાં જઈને દીવડા પ્રગટાવશે. આ વર્ષે દીપોત્સવમાં ઘણા બધા આકર્ષણ હશે. જોકે, ઘણા દસકાની પ્રતિક્ષા બાદ ભગવાન રામના જન્મ સ્થળ પર કોઈ મોટા રાજનેતા દીવડા પ્રગટાવવા પહોંચશે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખી કોઈ પણ નવી પરંપરાને અનુમતિ આપવામાં નહોતી આવી. અને આ કેસમાં વિપક્ષ તરફ ઊભેલા બાબરીના પક્ષકાર કોઈ પણ નવી પરંપરા શરૂ કરવાના પક્ષમાં નહતા, પરંતુ નિર્ણય આવ્યા બાદ હવે મન ખોલીને દીપોત્સવનો કાર્યક્રમ રામ જન્મભૂમિ પરિસરમાં કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.