તેમણે આગળ જણાવ્યું હતું કે, જે લોકો ધરપકડમાં છે તેમને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે તેમને એમએલએ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. જે સામાન્ય જગ્યા નથી. જો તેમની સાથે કંઈ પણ ખોટું થતું હોય તેવું લાગશે તો, સંબંધિત વિભાગ આ અંગે તપાસ કરશે.
દિલબાગ સિંહે જણાવ્યું છે કે, આ ગેરવર્તણૂંકની ઘટના છે, તે એકદમ ખોટી છે. આવી કોઈ ઘટના થઈ નથી. ધરપકડ કરાયેલા નેતાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ હતું કે, જ્યારે તમે એક જગ્યાએથી બીજી જગ્યા બદલો છો, ત્યારે સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. જો કે, સુરક્ષા વિભાગે જણાવ્યું છે કે, આ સિવાય કશું જ નથી થયું. ઉલ્લેખનીય છે કે,આજે ગૃહ વિભાગે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં 609 થી પણ વધુ લોકો ધરપકડમાં છે.
આ મુદ્દાને સંગત ડીજીપીએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. મોટી ભાગની દુકાનો ખુલવા લાગી છે. રસ્તાઓ પર વાહન ફરી રહ્યા છે. ત્યાં પરિસ્થીતી સામાન્ય થઈ રહી છે. પણ આતંકીઓ પ્રદેશને ધમરોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, અમે લોકોને સાંત્વના આપી છે અને લોકોનું જીવધોરણ સામાન્ય થતું જાય છે.
તેમણે આગળ જણાવ્યું છે કે, અમે કુલગામ, બાંદીપોરા અને હંદવારાની મુલાકાત લીધી છે. દરેક જગ્યાએ સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ફક્ત ચિંતા તેની છે કે, આતંકવાદી હજુ પણ લોકોને હેરાન કરી રહ્યા છે. પણ અમારો પ્રયત્ન તેને નિષ્ફળ બનાવવાનો છે.