નવી દિલ્હી : IB અધિકારી અંકિત શર્મા હત્યાકાંડમાં પોલીસે આમ આદમી પાર્ટીના તાહિર હુસૈનને દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તાહિરના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. 5 માર્ચના રોજ કડકડડૂમા કોર્ટમાં તાહિર હુસૈનની જમાનત અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.
દિલ્હી પોલીસે અંકિતના પિતાના નિવેદન પર તાહિર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, અંકિત શર્માની તાહિરે જ હત્યા કરાવી છે.અંકિત શર્માની પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, તેના શરીર પર 400 વખત હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. તાહિર વિરુદ્ધ કલમ 302,365,201 અને 34 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.