ETV Bharat / bharat

દિલ્હી હિંસા: અફવા બાબતે આવ્યા 1880 કૉલ, 40 લોકોની ધરપકડ - રાજધાની

દેશની રાજધાનીમાં ગત અઠવાડિયાથી માહોલ ખરાબ ચાલી રહ્યો છે. જે બંધ થવાનું નામ નથી લઇ રહ્યું. તેવી જ રીતે રાજધાની દિલ્હીમાં આવારા અને અસમાજીક તત્વો તણાવ ભરી સ્થિતી વચ્ચે અફવા ફેલાવી રહ્યાં છે. જેના પગલે ગતરોજ રાજધાનીમાં હિંસાને લઇ ફરી અફવા ફેલાવી હતી. જેના પર પોલીસ દોડતી થઇ ગઇ હતી અને આ તત્વો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હી છેલ્લા અઠવાડિયાથી ભડકે બળી રહી છે. જે સ્થિતીને પગલે સરકાર પણ ગંભીર છે.

દિલ્હી હિંસા : અફવા બાબતે આવ્યા 1880 કોલ, 40 લોકોની પોલીસે કરી ધરપકડ

author img

By

Published : Mar 3, 2020, 8:12 AM IST

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગતરાત્રીના રોજ હિંસાની અફવાઓ એવી રીતે ફેલાવવા લાગી કે, સમગ્ર શહેર થોડી ક્ષણોમાં જ તેની ઝપેટમાં આવી ગયું હતું. આ અફવાને પગલે પોલીસને પણ મામલાને ગંભીરતાથી લઇ અને સતર્ક થવુ પડ્યું હતું. જેેના પગલે પોલીસે પણ કાર્યાવાહી હાથ ધરી હતી. અફવાના પગલે પોલીસને અનેક વિસ્તારોમાંથી PCR કોલ આવવા લાગ્યાં હતાં. દિલ્હી પોલીસે જેની સમગ્ર જાણકારી જાહેર કરી હતી.

દિલ્હી પોલીસે આંકડા કર્યા જાહેર

દિલ્હી પોલીસ ક્વાર્ટર દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, સૌથી વધુ pcr કોલ વેસ્ટ દિલ્હીના વિસ્તારમાંથી આવ્યા હતાં. જેમાં પોલીસને 481 pcr કોલ મળ્યા હતાં. જેમાં ચોંકાવનારી વાત તો એ છે કે, નવી દિલ્હીમાંથી એક પણ કોલ આવ્યો નહોતો. દિલ્હી પોલીસ અનુસાર સાઉથ-ઇસ્ટ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાંથી 413 કોલ પોલીસને આવ્યા હતાં.

દ્વારકા જિલ્લામાં આ આંકડો પહોંચ્યો 300ની પાર

દ્વારકાની જો વાત કરવામાં આવે તો pcr કોલની સંખ્યામાં 300ને પાર પહોંચી હતી. આ વિસ્તારમાંથી પોલીસને 310 કોલ આવ્યા હતાં. જ્યારે દિલ્હીની બહારના વિસ્તારોમાંથી 222 pcr કોલ આવ્યાં હતાં.

અફવા ફેલાવનાર પર કાર્યવાહી

દિલ્હી પોલીસે જણાવ્યું કે, ફેક કોલ, અફરા-તફરી અને અફવા ફેલાવનાર લોકો પર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. નોર્થ-ઇસ્ટ જિલ્લામાં 7/51 crpc હેઠળ 21 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે સાઉથ દિલ્હીમાં 18 લોકોની ધરપકડ કરી હતી. રોહિણી જિલ્લામાંથી એકની ધરપકડ કરી હતી. આ રીતે કુલ 40 લોકોની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.