નવી દિલ્હીઃ યૂનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં કોવિડ 19 મહામારી અને લોકડાઉને 240 મિલિયન પ્રારંભિક અને માધ્યમિક શિક્ષણમાં નામાંકિત બાળકોના ભણતર પર અસર પાડી છે. તે ઉપરાંત 28 મિલિયન બાળકો એવા છે, જે આંગણવાડી કેન્દ્રોના પ્રી-સ્કુલમાં શિક્ષણ લઇ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયામાં ઓછામાં ઓછા 600 મિલિયન બાળકોને કોરોના વાઇરસ મહામારીના પ્રભાવથી ભય ઉભો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં શાળાઓ બંધ થવાથી પ્રારંભિક અને માધ્યમિક શિક્ષણમાં નામાંકિત 240 મિલિયન બાળકો મહામારીથી પ્રભાવિત થયા છે.
આ મહામારીએ લગભગ 28 મિલિયન એવા બાળકોને પ્રભાવિત કર્યા છે, જે આંગણવાડી કેન્દ્રોમાં નામાંકિત છે.
જો કે, રિપોર્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણને શરૂ રાખવા માટે ઉઠાવેલા પગલા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં વેબ પોર્ટલ, મોબાઇલ એપ, ટીવી ચેનલ, રેડિયો અને બ્રોડકાસ્ટ જેવા કેટલાય ઇ-પ્લેટફોર્મનો સમાવેશ છે. આ સાથે જ તેમાં દીક્ષા મંચ, સ્વયંપ્રભા ટીવી ચેનલ, ઇ-પાઠશાળા અને મુક્ત શૈક્ષણિક સંસાધનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોવિડ 19ને કારણે થયેલા લોકડાઉનને ધ્યાને રાખીને હાલમાં જ નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ ફંડ ટ્રેનિંગે ધોરણ 1થી 12 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર તૈયાર કર્યું છે. જેમાં ઘર પર શિક્ષાનું માર્ગદર્શન કરવા માટે સૂચવવામાં આવેલી ગતિવિધિઓ સામેલ છે.
યૂનિસેફે રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતમાં લગભગ એક ચોથાઈ ઘરોમાં (24 ટકા) ઇન્ટરનેટની પહોંચ છે. તેનાથી મોટી સંખ્યામાં બાળકોને શીખવાના અવસર પણ ઓછો થવાની આશંકા છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 20 મિલિયન બાળકો પીડિત છે 40 મિલિયનથી વધુ બાળકો કુપોષિત છે અને 15-49 વર્ષની ઉંમરના અડધાથી વધુ ભારતીય મહિલાઓ છે.
જૉન્સ હૉપકિન્સ બ્લૂમબર્ગ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા હાલમાં જ લેસેન્ટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, નિયમિત સ્વાસ્થય સેવા સ્તરોમાં ઘટાડો થયો છે. તો જીવન-રક્ષક પ્રતિરક્ષણ ગતિવિધિઓમાં વિક્ષેપ ઉત્પન થયો છે.