મુંબઈ: કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં 6,977 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કુલ COVID-19 ની સંખ્યા 1,38,845 થઈ ગઈ છે.
ભારતનું હોટસ્પોટ ગણાતાં મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ ધીમે ધીને કોરોના વોરિયરને પણ ચપેટમાં લેવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 51 પોલીસ કર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ સાથે જ કોરોનાગ્રસ્ત પોલીસ અધિકારીઓની સંખ્યા 1809 થઈ છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં કોરના વાઈરસને લીધે 18 પોલીસ કર્મીઓના મોત થયાં છે. જ્યારે બીજી તરફ એક વાત સારી છે કે 678 પોલીસ કર્મીઓએ કોરોનાને માત આપી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 50 હજારને પાર પહોંંચી છે. કોવિડ -19 કેસની કુલ સંખ્યાને લઇને ભારત હવે વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 154 મૃત્યુ સાથે, કોવિડ-19 ને કારણે દેશમાં હવે કુલ મૃત્યુઆંક4,021 છે.