નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 1389 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 42,836 પર પહોંચી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર સંક્રમિતથી ઓછામાં ઓછા 11,761 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેને ડિસ્ચાર્જ કરી ઘરે પરત કર્યા છે. દેશમાં હજુ પણ કોરોનાના 29,685 કેસ એક્ટિવ છે.
સંક્રમણના કુલ કેસમાં 111 વિદેશી નાગરીક પણ સામેલ છે.
મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જઇ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 12,974 કેસ સામે આવ્યા છે. સંક્રમિતના પગલે 548 લોકોના મૃત્યુ થયા છે.
અંદમાન નિકોબારમાં 33 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.
આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં 1650 કેસ નોંધાયા છે. જ્યારે 36 લોકોના મોત નિપજ્યા છે.
અરૂણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત સામે આવ્યો છે. આ ઉપરાંત રાજ્યામાં કોઇ મોત થયુ નથી.
આ ઉપરાંત જો અસમની વાત કરવામાં આવે તો 43 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.
બિહારમાં કોરોનાના 517 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે.
ચંદીગઢમાં 94 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.
છતીસગઢમાં જો વાત કરવામાં આવે તો 57 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુ નોંધાયુ નથી.
ગોવામાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. જે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે ગોવા હાલમાં કોરોના મુક્ત રાજ્ય છે.
ગુજરાતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ગતરોજના આંકડાઓ મુજબ 5804 કેસ નોંધાયા છે જ્યારે 319 લોકોના મોત નિપજ્યા છે.
હરિયાણામાં કોરોનાના 442 કેસ સામે આવ્યા છે. જ્યારે 5 લોકોના મોત નિપજ્યા છે.
હિમાચલ પ્રદેશની જો વાત કરવામાં આવે તો 40 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.
જમ્મુ-કાશ્મીરમાં 701 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સંક્રમણના પગલે 8 લોકોના મોત નિપજ્યા છે.
ઝારખંડમાં કોરોનાના 115 કેસ સામે આવ્યા છે જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.
કર્ણાટકમાં જો કરોનાના આંકડાની વાત કરવામાં આવે તો 642 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 26 લોકોના મોત નિપજ્યા છે.
કેરલમાં કોરોનાના 500 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે. લદાખમાં 41 કેસ સામે આવ્યા છે.
મધ્ય પ્રદેશમાં કોરોનાના 2942 કેસ સામે આવ્યા છે. જ્યારે 165 લોકોના મોત નિપજ્યા છે.
રાજસ્થાનમાં કોરોનાના 2886 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 71 લોકોના મોત નિપજ્યા છે.
તેલંગણામાં કોરોનાથી 1082 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 29 લોકોના મોત નિપજ્યા છે.
ઉત્તર પ્રદેશમાં સંક્રમિતનો આંકડો 2742 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 45 પર પહોચ્યો છે.
પશ્ચિમ બંગાળમાં કોરોનાના 963 કેસ સામે આવ્યા છે. જ્યારે 35 લોકોના મોત નિપજ્યા છે.
તમિલનાડુની જો વાત કરવામાં આવે તો કોરોનાના 3023 કેસ નોંધાયા છે. જ્યારે 30 લોકોના મોત નિપજ્યા છે.
પંજાબની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 21 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1102 લોકો સંક્રમિત નોંધાયા છે.