નવી દિલ્હી: દેશભરમાં કોરોના મહામારી ફેલાઇ ગઇ છે. જેમાં કેન્દ્રીય મંત્રાલયના આંકડાઓ અનુસાર ગુરૂવારે કોવિડ-19ના કારણે મોતની કુલ સંખ્યા 681 થઇ છે. જ્યારે સંક્રમણની સંખ્યા 21393 પર પહોંચી છે.
મંત્રાલયે જણાવ્યું કે, કોવિડ-19માં 16454 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાં 4257 લોકો સ્વસ્થ થઇ ગયા છે. આ સંક્રમણના કેસમાં કુલ 77 લોકો વિદેશી છે.
આ સંક્રમણમાં સ્વાસ્થ્ય મંત્રાલયના ગુરૂવારના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કુલ 5,221 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 2,272 કેસ, દિલ્હીમાં 2,156 કેસ, રાજસ્થાનમાં 1,801 તથા તમિલનાડુમાં 1,596, મધ્યપ્રદેશમા 1,592 કેસ સામે આવ્યા છે.
કોરોના સંક્રમણથી દેશમાં કુલ 681 લોકોના મોત થયાં છે. જેમાં 251 લોકો મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં 95, મધ્યપ્રદેશમાં 80, દિલ્હીમાં 47, રાજસ્થાનમાં 25, તેલંગણામાં 23 અને આંધપ્રદેશમાં 24 તેમજ ઉતરપ્રદેશમાં 21 ના મોત થયાં છે.
ઇન્દોરમાં નવા 26 કેસ
મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોરોનાના 26 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 945 થઇ છે.
રાજસ્થાનમાં કોરોનાના 47 નવા કેસ
રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના 47કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમણની સંખ્યા 1935 થઇ ગઇ છે.
બેંગ્લોરમાં કોરોનાના 16 નવા કેસ
કર્ણાટકના બેંગ્લોરમાં કોરોના સંક્રમણના 16 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 443 થઇ ગઇ છે.
બિહારમાં કોરોનાના 19 નવા કેસ
બિહારમાં કોરોના સંક્રમિતોના ચાર કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 147 થઇ ગઇ છે.
ગુજરાતમાં કોરોનોના 217 નવા કેસ, 11 મોત
ગુજરાતમાં કુલ નવા કેસ 217 છે. જ્યારે કુલ 11 ના મોત થયાં છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2624 થઇ છે. જ્યારે સંક્રમિતોમાં કુલ 112 ના મોત થયાં છે.