ઇન્દોર: કોર્ટની શરતો મુજબ આ તમામ આરોપીઓને મહિનાના પ્રથમ દિવસે જિલ્લા સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. જ્યારે બીજા દિવસોમાં મંદિર અથવા હોસ્પિટલમાં સેવા તરીકે કામ કરવુ પડશે. જેમા ઇન્દોર ખાતે લઇ આવેલા 6 આરોપીઓને સવારે મંદિરમાં સાફ સફાઇ અને પુજાની તૈયારીઓ કરવાની હોય છે.
ઉલ્લેખનીય છે કે, ગોધરા કાંડમાં ટ્રેન સળગાવ્યા બાદ હિંસા ફેલાઇ હતી. તે સમયે આણંદ જિલ્લામાં થયેલા સાંપ્રદાયિક દંગા સમયે પોલીસ આ આરોપીઓની ધરકપડ કરી હતી. જેનો કેસ ચાલતા કોર્ટે તેને ઉંમર કેદની સજા ફટકારી હતી. ઘટનાના 8 વર્ષ થયા બાદ આરોપીઓને જામીન મળવા પર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં સેવાનું કામ કરવાનો આદેશ આપ્યો છે.