કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, તેલંગણામાં 4000 સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ છે તથા હજૂ પણ વધું 2000 સ્કૂલ બંધ થવાને આરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિખંડન શબ્દ તેમના માટે જ બન્યો છે ખાસ કરીને વિધાનસભાથી લઈ સાર્વજનિક શિક્ષણ સુધી..
સુરજેવાલાએ એક મીડિયા રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે, તેલંગણામાં સરકારી સ્કૂલ પર કેસીઆર સરકારનો નવો પ્રહાર. રાજ્યમાં ઓછા એડમિશનના કારણે લગભગ 2 હજાર સ્કૂલ બંધ થવા જઈ રહી છે.