આ આંદોલનનું નેતૃત્વ દિલ્હીના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ રાજેશ લિલોઠિયાએ કર્યું છે. આ દરમિયાન આ અનશનમાં સમર્થકો પણ જોડાયા હતા.રાજેશ લિલોઠિયાએ જણાવ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતૃત્વ કરવા માટે સક્ષમ છે.લોકસભા ચૂંટણી જે નિર્ણયો આવ્યા છે તેની જવાબદારી તમામ લોકોએ લેવી જોઇએ.તેથી ફક્ત રાહુલ ગાંધી જ કેમ રાજીનામું આપે ?
તેમણે વધુમાં જણાવ્યું કે, શરૂઆત મારાથી કરવામાં આવી હતી.આ બાબતે અમે સત્તત માંગ કરી રહ્યા છે કે રાહુલ ગાંધી રાજીનામું પરત ખેચી લે અથવા તો તમામ લોકો એક સાથે રાજીનામું આપશે. તેમણે જણાવ્યું કે લોકો સત્તત રાજીનામું આપી રહ્યા છે જેથી અમે અનશન પર બેઠા છીએ.
આ ઉપવાસ સત્તત ચાલશે.તેમણે વધુમાં જણાવ્યું કે આ અનશન વ્યક્તિગત છે.આ તે લોકો છે જેમનું માનવું છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આમાં ફક્ત દિલ્હીના જ કાર્યકર્તાઓ નથી તમામ અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે.