સુનાવણી સમયે મિશેલના વકીલે કહ્યું કે, છેલ્લે 7 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તે સમયથી આજ સુધી 16 kg વજન ઘટ્યું છે. જ્યારે તિહાડ જેલના ડોક્ટરે જણાવ્યું કે, ડિસેમ્બરમાં મિશેલ સ્વસ્થ ન હતો, પરંતુ આજે તે તેની ઉંચાઇ અને વજનના હિસાબે બિલકુલ સ્વસ્થ છે.
સુનાવણી સમયે મિશેલના વકીલ અલ્જો કે જોસેફે માંગ કરી હતી કે, તેને બાફેલા ઇંડા આપવામાં આવે, ત્યારે જેલના ડોક્ટરોએ કહ્યું કે, જેલમાં 2000થી વધુ કેદી છે. જેમાં ઓછામાં ઓછા 1500 કેદી નોનવેજ ખાનાર છે, પરંતુ જેલના મેનુ મુજબ નોનવેજ આપી શકાતું નથી. અમે કેદીઓની વચ્ચે ભેદભાવ કરી શકતા નથી.
મિશેલને પશ્ચિમી ભોજન આપવાની માંગ પર પ્રશાસને કહ્યુું કે, મિશેલને બ્રેકફાસ્ટના સમયે બ્રેડ આપવામાં આવે છે અને તે તેના માટે જેલની કેન્ટીનથી ફળ અને માખણ ખરીદી શકે છે. જેલના પ્રશાસને જણાવ્યું કે, જો મિશેલને જરૂરત હશે તો તે ઇંડા ઉપલબ્ધ કરાવી શકે છે.
સુનાવણીના સમયે મિશેલની આ ફરીયાદ પર સુનાવણી ન થઇ શકી, જેમાં તેને કોર્ટને ફરીયાદ કરી હતી કે, તેને જેલ નંબર-1માં હત્યાના એક આરોપીની સાથે રાખવામાં આવ્યો જે જેલમાં ગાંજો પીવે છે.
ગત 4 મેના રોજ કોર્ટે અગસ્તા વેસ્ટલેંડ કૌભાંડ કેસમાં ધરપકડ કરેલા ક્રિશ્ચિયન મિશેલ વિરૂદ્ધ દાખલ ચાર્જશીટ તેને મળ્યા સિવાય મીડિયામાં લીક થવા પર વિરોધ કર્યો હતો. સ્પેશિયલ જજ અરવિંદ કુમારે EDના સ્ટેટસ રિપોર્ટમાં કોર્ટના કર્મચારીને ચાર્જશીટ લીક થવા પર આરોપી બતાવવા પર તેમને ઠપકો આપ્યો હતો.