આ વખતે પણ ચંદ્રગ્રહણ પર એ જ દુર્લભ યોગ બન્યો છે જે 149 વર્ષ અગાઉ 11 જુલાઈ 1870ના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે જ બન્યો હતો. 17 જુલાઇ 2019ની રાતે 1.31 વાગ્યાની આસપાસ ગ્રહણ શરુ થયું હતું. તેની સમાપ્તિ 17 જુલાઇ 4.30 આસપાસ થઇ હતી.
ગ્રહણને લઇને કેટલીક માન્યતાઓ
હિન્દુ ધર્મમાં ગ્રહણનું ઘણું મહત્વ આપવામાં આવે છે. હિન્દુ પંચાગને ધ્યાનમાં લઇને જોઇએ તો આ વખતે ચંદ્રગ્રહણ અષાઢ શુક્લ પૂર્ણિમાએ ઉત્તરાષાથઢ નક્ષત્રમાં થયું હતું. આ ચંદ્રગ્રહણને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાઇ રહ્યું છે. ગ્રહણને લઇને ધણી માન્યતાઓ પ્રચલિત છે.