નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ 19 એપ્રિલ 2020ના એક પત્રમાં બધા જ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને કહ્યું કે, તે આ દિશા-નિર્દેશો પર ખાસ ધ્યાન આપે કે, રાજ્ય અને કેન્દ્ર સાશિત પ્રદેશ કોઇ પણ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા, 2005 હેઠળ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન ન કરે અને નિર્દેશોનો કડકાઇથી અમલ કરે.
કેરળ સરકારે કેન્દ્ર દ્વારા લાગુ લૉકડાઉન માટે કેટલાક દિશા-સૂચનો આપ્યા હોવા છતાં રાજ્યમાં અમુક અતિરિક્ત રાહત આપતા આર્થિક ગતિવિધિઓની અનુમતિ આપી હતી. તેના પર ગૃહ મંત્રાલયે કહ્યું કે, કેરળ સરકાર દ્વારા દિશા-નિર્દેશો અને ગૃહ મંત્રાલય દ્વારા 15 એપ્રિલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ જાહેર કરેલા ગૃહ મંત્રાલયના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું.