નવી દિલ્હી: આર્થિક પડકારો અને અપેક્ષાઓ વચ્ચે નાણાંપ્રધાન નિર્મલા સીતારમન શનિવારે બજેટ રજૂ કરશે. બજેટમાં લોકોના ખિસ્સામાં ખર્ચ કરવા માટે વધુ નાણાં બચે, આ માટે આવકવેરામાં ઘટાડો, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળે અને માળખાગત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળે તેવી ચર્ચા થઇ રહી છે.
મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું સામાન્ય બજેટ નાણાંપ્રધાન નિર્મલા સીતારમન શનિવારે લોકસભામાં રજૂ કરશે.
- સીતારમનને બજેટમાં 2025 સુધીમાં દેશની પાંચ હજાર અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં પહેલ કરવી પડશે.
- આ માટે સ્પષ્ટ બ્લુપ્રિન્ટ બજેટમાં રજૂ કરી શકે છે.
- આર્થિક સમીક્ષામાં પણ ઉદ્યોગમાં વેપારમાં સરળતા લાવવા અને વેપારમાં વધારો કરવા સહિતના ઘણા પગલાઓ સૂચવવામાં આવ્યા છે.
- ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રોમાં માંગ વધારવા માટે, વડાપ્રધાન કિસાન યોજના અંતર્ગત વધુને વધુ ખેડુતોને યોજના હેઠળ લાવવા નવા ઉપાયો લાવી શકે છે.
- નવીનીકરણ ઉર્જા, ઇલેક્ટ્રીક વાહનો, વીજળી, સસ્તા આવાસો, રીયલ એસ્ટેટ અને નિકાસના ક્ષેત્રોમાં નવા પ્રોત્સાહનોની જાહેરાત થઇ શકે છે.
- સરકારે રોકાણમાં પ્રોત્સાહન મળે તે માટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સના દરોમાં મોટો ઘટાડો કર્યો હતો.
- કંપનીઓ પર મોટા ટેક્સ ઘટાડા બાદ હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે વ્યક્તિગત આવકવેરાના દરોમાં પણ મોટો ઘટાડો કરી શકાય છે.
- લઘુતમ મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા થઈ શકે છે. વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં બદલાવ સાથે, વધુ આવક ધરાવતા લોકો માટે બજેટમાં નવો સ્લેબ મૂકી શકે છે.
એક વરિષ્ઠ સરકારી સ્ત્રોતે જણાવ્યું હતું કે, 'છેલ્લા ચાર મહિના દરમિયાન સરકારે ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધારવા માટે ઘણા પ્રોત્સાહક પગલા જાહેર કર્યા છે. તેમ છતાં, ગ્રાહકોનો વિશ્વાસ વધી શક્યો નથી. બેન્કોમાંથી વધુ લોકો લોન નથી લઈ રહ્યા.
સુત્રોનાં જણાવ્યા મુજબ, "હું માનુ છું કે, આ બજેટ લોકોની અપેક્ષા પ્રમાણેનું હશે. અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વધે તે માટે ઉપાયો કરવામાં આવશે. બજેટમાં રોકાણ અને ખર્ચ વધારવા દરેક પ્રકારની જોગવાઇઓ થઇ શકે છે."