તો બીજી બાજુ ધોસીથી અતુલરાય, સલેમપુરથી આરએસ કુશવાહા, જૌનપુરથી શ્યામ સિંહ યાદવ, મછલી શહેર સુરક્ષિત શ્રી રામ, ગાજીપુરથી અફજલ અંસારી, ભદોહીથી રંગનાથ મિશ્રાને બસપાના ઉમેદવાર બનાવ્યા છે. આ પહેલા 22 માર્ચે BSPએ ઉત્તરપ્રદેશના પોતાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 11 લોકસભા સીટોના ઉમેદવારના નામની જાહેરાત કરવામા આવી હતી. વધુમાં જણાવીએ તો ઉત્તરપ્રદેશમાં થયેલા ગઠબંધન હેઠળ BSP કુલ 38 લોકસભા સીટ પર પોતાના ઉમેદવારોને ઉતારશે. બસપા સુપ્રીમો માયાવતીએ આ વખતે પોતે લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.
-
Bahujan Samaj Party releases fourth list of 16 candidates for #LokSabhaElections2019 pic.twitter.com/9cejO6wwMn
— ANI UP (@ANINewsUP) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bahujan Samaj Party releases fourth list of 16 candidates for #LokSabhaElections2019 pic.twitter.com/9cejO6wwMn
— ANI UP (@ANINewsUP) April 14, 2019Bahujan Samaj Party releases fourth list of 16 candidates for #LokSabhaElections2019 pic.twitter.com/9cejO6wwMn
— ANI UP (@ANINewsUP) April 14, 2019
વધુમાં જણાવીએ તો, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં વોટીંગ થવાનું છે. રાજ્યમાં પહેલા તબક્કામાં 8 સીટો પર 11 એપ્રિલે વોટિંગ કરવામાં આવ્યું હતું. હવે યુપીમાં 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેએ વોટીંગ યોજાવાનું છે. તો 23 મેના દિવસે આ તમામ વોટીંગનું પરિણામ આવશે.