હાલના દિવસોમાં સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાં ઠંડીની વધારે અસર જોવા મળી રહી છે. જેના કારણે મોડી રાતથી સવાર સુધી ધુમ્મસ છવાઈ રહે છે. આ ધુમ્મસનો ફાયદો ઉઠાવી કોઈ ઘુસણખઓરી ન કરે તે માટે BSF તરફથી 'ઓપરેશન સર્દ હવા' અંતર્ગત ચોક્કસાઈપૂર્વક નજર રાખવામાં આવે છે.
BSF પોતાની રોજબરોજની ડ્યુટી દરમિયાન ગરમીની ઋતુમાં 'ઓપરેશન ગર્મ હવા' અને શરદીની ઋતુમાં 'ઓપરેશન સર્દ હવા' ચલાવે છે. દર વર્ષે આ અભિયાન ચાલે છે. આ સાથે જ 'ઓપરેશન સર્દ હવા'માં સીમા સાથે જોડાયેલા પોલીસ મથકો પણ વિશેષ નજર રાખશે.
સામાન્ય દિવસોમાં થતા પેટ્રોલિંગ અને સુરક્ષઆની સરખામણીએ 'ઓપરેશન સર્દ હવા'માં આ પ્રક્રિયા વધુ કરાય છે. તેમજ સીમા નજીક BSF અધિકારીઓ સતત વ્હીકલ પેટ્રોલિંગ કરશે. ઓપરેશન સર્દ હવા દરમિયાન સીમા પર BSFની ઈંટેલીજેસી વિંગ પણ સક્રિય રહે છે. આ ઉપરાંત અન્ય ખાનગી એજન્સીઓ સાથે પણ BSF સંપર્ક રાખશે. તેમજ દરેક શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રખાશે.