નવી દિલ્હી: પંજાબ પોલીસે ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક જવાનની ધરપકડ કરી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, જવાન પાસેથી હથિયારો મળી આવ્યા છે. જે પંજાબના ગુરદાસપુર જિલ્લાનો રહેવાસી છે. જવાનનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.
આ જવાન જમ્મુના સાંબા સેક્ટરમાં BSFની ટુકડીમાં તૈનાત હતો. તેમણે જણાવ્યું કે, જવાન પાસેથી એક પિસ્તોલ, 9 mm કેલિબર ગનના 80 કારતૂસ, 12 બોર રાઇફલના બે કારતૂસ, બે મેગેઝિન અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા છે.