અરુણ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ બૂથ પર સદસ્યતા અભિયાન ચલાવવા તથા વધુમાં વધુ લોકો પાર્ટી સાથે જોડાઈ તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાર્ટી મહાસચિવે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષ અને લડાઈ ચાલું જ રહેશે, મોદી સરકાર આતંકવાદ વિરુદ્ધ જીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. જેના માટે જમ્મુ કાશ્મીર ભાજપ કોર કમિટીએ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે અવિનાશ રાય ખન્ના ચૂંટણી પ્રભારી હશે. આ અંગે જેપી નડ્ડાએ પણ ભાજપના સભ્યો સાથે મળી ચૂંટણી અંગેની સમીક્ષા કરી છે.
જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાન અંતર્ગત ઘાટી, લદ્દાખ તથા જમ્મુમાં ઝડપથી આ અભિયાન ચાલી રહ્યું છે.