પ્રિયંકા શર્માએ જણાવ્યું કે, જેલમાં તેની સાથે દુર્વયવ્હાર કરવામાં આવ્યો છે. મમતા બેનર્જી વિરુદ્ધ રોષ ઠાલવતા તેણે કહ્યું કે, મમતા સરકાર પોતાની મનમાની કરે છે, માટે તે કોઇની પણ માફી નહી માંગે અને તે તેની સાથે થયેલા અન્યાય વિરુદ્ધ લડશે.
પ્રિયંકાના પરિવારે જણાવ્યું કે કોર્ટના આદેશ અનુસાર પ્રિયંકાને જામીન મળી ગયા હતા. પરંતુ તે છતા બંગાળ પોલીસે તેને છોડી નહી. પ્રિયંકાને આજે સવારે 9.40 વાગ્યે મુક્ત કરવામાં આવી.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, જુલાઇના પહેલા અઠવાડિયામાં BJP નેતા પ્રિયંકા શર્માની અરજી પર સુનાવણી હાથ ધરાશે, આ અરજીમાં પશ્ચિમ બંગાળ પોલીસના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.