- બીકરુ કાંડ મામલે SIT નો ખુલાસો
- નવ સાથીદારોએ અરજી આઈડી પર હથિયારોને લાયસન્સ મેળવ્યા હતા
- એસઆઇટીની ટીમે કાર્યવાહી માટે પોલીસ કર્મીઓની યાદી મોકલી
કાનપુર: બીકરુ કાંડની તપાસ કરી રહેલી એસઆઇટીની ત્રણ સભ્યોની ટીમે આરોપીઓને લઈને એક મોટો ખુલાસો કર્યો છે .આ ટીમે બીકરુ કાંડમાં સંડોવાયેલા આરોપીઓના મોબાઈલ નંબરનીની તપાસ કરી છે. તપાસ દરમિયાન એસઆઇટીની ટીમ ને જાણવા મળ્યું કે બીકરું કાંડનો મૃતક કુખ્યાત અપરાધી વિકાસ દુબેના નવ સાથીદારોએ નકલી આઈડી પર હથિયારોના લાયસન્સ મેળવ્યા હતા.
એસઆઇટીની ટીમે કાર્યવાહી માટે પોલીસ કર્મીઓની યાદી મોકલી
બીકરું કાંડને લઈ એસઆઇટીએ કાર્યવાહી માટે પ્રશાસનિક અધિકારીઓ અને રાજસ્વ કર્મીઓ બાદ હવે પોલીસ કર્મીઓની યાદી જિલ્લા અને પોલીસ પ્રશાસન ને મોકલી છે. જેમાં સિપાહીથી લઇ ઇન્સ્પેક્ટર સુધીના અધિકારીઓના નામ સામેલ છે . એસઆઇટીની ટીમે પોલીસ કર્મીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.23 પોલીસ કર્મીઓ વિરુધ્ધ પહેલા એડીસી ઝોન કાનપુર અને લખનઉમાં તપાસ કરવામાં આવશે, ત્યારબાદ અનુશાસનાત્મક કાર્યવાહી થશે.
આ છે કાર્યવાહીના ત્રણ તબક્કા
પહેલા તબક્કામાં તપાસ દરમિયાન દોષી કરાર થયેલા પુર્વ એસ.એસ.સી આનંદ દેવને સસ્પેન્ડ કરવામાં આવ્યા, બીજા તબક્કામાં 19 પ્રશાસનિક અધિકારીઓને 8 રાજસ્વ કર્મીઓ વિરુધ્ધ પ્રશાસન દ્વારા કાર્યવાહી પ્રક્રિયા પ્રશાસન દ્વારા કાર્યવાહી પ્રક્રિયા શરૂ કરવામાં આવી, હવે ત્રીજા તબક્કામાં સિપાહી થી લઇ ઇન્સ્પેક્ટર સિપાહી થી લઇ ઇન્સ્પેક્ટર રેન્ક સુધીના 37 પોલીસ કર્મીઓની યાદી સામે આવી છે. જેમાંથી ૮ પોલીસ કર્મીઓને કઠોર દંડ જ્યારે છ ને લઘુ દંડની સજા આપવામાં આવી છે. બાકીના 23 પોલીસ કર્મીઓ પર તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.
જાણો જાણો સમગ્ર મામલો
બીકરું ગામમાં પોલીસની ટીમ એક મામલે બે જુલાઈના રોજ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા પહોંચી હતી. જ્યાં વિકાસ દુબે અને તેના સાથીદારોએ સાથે મળીને 8 પોલીસ કર્મીઓની ગોળી મારી હત્યા કરી દીધી હતી, તો બીજી બાજુ એસ ટી એફ એ વિકાસ દુબેને ૧૦ જુલાઇના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. પ્રશાસને આ અંગે ૧૧ જુલાઇના રોજ તપાસ માટે એસઆઇટીની રચના કરી હતી.