આ બાબતે કોંગ્રેસ તુરંત જ ધ્યાનમાં લઈ ગૃહ પ્રધાન રાજનાથ સિંહને એક પત્ર લખી જાણ કરી છે. આ પત્રમાં કહેવાયું છે કે, નામાંકન બાદ રાહુલના ચહેરા પર સાત વાર લેઝર લાઈટનો પ્રકાશ જોવા મળ્યો હતો.
આ પત્રમાં કહેવાયું છે કે, રાહુલ ગાંધીને એસપીજી પ્રોટેક્ટેડ છે. રાહુલના દાદી અને પિતાનો ઉલ્લેખ કરતા લાપરવાહીને જોતા રાજનાથ સિંહને આ પત્ર લખ્યો છે.
આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ નામાંકન પહેલા મોટો રોડ શૉ કર્યો હતો. અહીં તેમની સાથે પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા હતા.