ETV Bharat / bharat

ચીન 'એક દેશ, બે પ્રણાલિ'નું સન્માન કરતો નથી- હૉંગ કૉંગના કાનૂન ઘડવૈયા

author img

By

Published : Jun 7, 2020, 6:51 AM IST

ચીને ગયા મહિને જે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો પ્રસ્તાવ કર્યો છે તેના મુદ્દે હૉંગ કૉંગની શેરીઓમાં વિરોધ પ્રદર્શનો ચાલુ છે. ચીન કહે છે કે, ગત જૂનમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો 'અલગતાનું આહ્વાન કરતાં તત્ત્વો દ્વારા ભાંગફોડનાં કૃત્યો' છે. જો કે, ચીનના આ આક્ષેપો હૉંગ કૉંગના કાર્યકર્તાઓ અને લોકશાહી તરફી રાજકીય નેતાઓ નકારે છે.

ETV BHARAT
ચીન 'એક દેશ, બે પ્રણાલિ'નું સન્માન કરતો નથી- હૉંગ કૉંગના કાનૂન ઘડવૈયા

ન્યૂઝ ડેસ્કઃ ચીને ગયા મહિને જે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો પ્રસ્તાવ કર્યો છે તેના મુદ્દે હૉંગ કૉંગની શેરીઓમાં વિરોધ પ્રદર્શનો ચાલુ છે. ચીન કહે છે કે ગત જૂનમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો 'અલગતાનું આહ્વાન કરતાં તત્ત્વો દ્વારા ભાંગફોડનાં કૃત્યો' છે. જોકે ચીનના આ આક્ષેપો હૉંગ કૉંગના કાર્યકર્તાઓ અને લોકશાહી તરફી રાજકીય નેતાઓ નકારે છે.

પૂર્વે બ્રિટિશ સંસ્થાન હતું તે હૉંગ કૉંગ વિશેષ અધિકારો અને સ્વાયત્તતાની વ્યવસ્થા સાથે 'એક દેશ, બે પ્રણાલિઓ' હેઠળ 1997માં ચીનને પાછું સોંપાયું હતું. હૉંગ કૉંગની પોતાની ન્યાય પ્રણાલિ અને કાનૂની વ્યવસ્થા છે. જે મુખ્ય દેશ ચીનથી અલગ છે અને તે એકત્ર થવાની અને વાણી સ્વાતંત્ર્ય સહિતના અધિકારો આપે છે.

ગત જૂનમાં પ્રત્યર્પણ ખરડા સામે સ્વયંભૂ વિરોધમાં અંદાજે દસ લાખ લોકો વિરોધમાં આવી જતાં અભૂતપૂર્વ સામાજિક અસંતોષ ફાટી નીકળ્યો હતો. આ ખરડો સપ્ટેમ્બરમાં પાછો ખેંચી લેવાયો હતો, પરંતુ તેનાથી ભાગેડુઓનું ચીનને પ્રત્યર્પણને મંજૂરી મળી હોત. ટીકાકારોને ભય હતો કે તેનાથી ન્યાયિક સ્વતંત્રતા જોખમમાં આવી હોત અને ચીનની સરમુખત્યારશાહી સામે બોલતા અસંતુષ્ટોની જિંદગી જોખમમાં મૂકાઈ ગઈ હોત. ત્યાર પછીથી હૉંગ કૉંગમાં પ્રદર્શનો ચાલુ રહ્યાં છે. કાર્યકર્તાઓ પૂર્ણ લોકશાહી માગી રહ્યા છે અને પોલીસના અત્યાચારોની તપાસ કરવામાં આવે. આ વર્ષે મે મહિનામાં પ્રસ્તાવિત કરાયેલો નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાએ બળતામાં ઘી હોમ્યું છે. નિષ્ણાતો માને છે કે આ પ્રદર્શનોના કારણેચીનમાં શી જિનપિંગના પદ સામે પ્રશ્ન ઉઠાવાઈ રહ્યા છે અને તેમની સ્થિતિ નબળી પડી રહી છે. અનેક ભારતીય અવલોકનકારો માને છે કે વાસ્તવિક અંકુશ રેખા પર ચીનના અતિક્રમણનું કારણ હૉંગ કૉંગ અને તાઇવાનમાં ઘટી રહેલી ઘટનાઓના કારણે છે જેના કારણે પ્રમુખ શી અને ચીનના સામ્યવાદી પક્ષની ચીનમાં અભૂતપૂર્વ ટીકા થઈ રહી છે.

વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ હૉંગ કૉંગમાં સિવિક પાર્ટીના નેતા અને કાનૂન ઘડવૈયા એલ્વિન યેઉંગ સાથે વાસ્તવિક પરિસ્થિતિ , ટેબલ પર માગણીઓ અને ચાલી રહેલા વિરોધનાં આંતરરાષ્ટ્રીય પરિમાણો પર વાત કરી. ગયા વર્ષના નવેમ્બરમાં, હૉંગ કૉંગમાં સ્થાનિક પરિષદની ચૂંટણી થઈ હતી જેમાં લોકશઆહી તરફી ચળવળ ચલાવતા લોકોને જંગી વિજય મળ્યો હતો. ૧૮ પૈકી ૧૭ પરિષદ હવે પૂર્ણ લોકશાહી માટે લડતા નગરસેવકોના નિયંત્રણમાં છે. એલ્વિન યેઉંગ કહે છે કે હૉંગ કૉંગના લોકો મૂળભૂત કાયદા હેઠળ વચન અપાયેલા તેમના અધિકારો અને વાજબી માગણીઓ પર તરાપ મારતા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અલગ થવાની માગણી બહુમતી વર્ગોમાં ગૂંજતી નથી અને ચીન 'એક દેશ, બે પ્રણાલિઓ'નું કે સ્વાયત્તતાનાં વચનોનું સન્માન કરતું નથી. એલ્વિને ઉમેર્યું હતું કે હૉંગ કૉંગમાં જે લોકો વિરોધ કરે છે તેમને પોતાના પર તવાઈ આવવાનો અને આત્યંતિક પડકારોનો ભય છે પરંતુ આ નેતાવિહોણા વિરોધ પ્રદર્શનો ચાલુ રહેશે. અહીં ખાસ વાતચીત પ્રસ્તુત છે.

પ્રશ્નઃ ચીન કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા કરવા અને 'ત્રાસવાદ પર નિયંત્રણ' મૂકવા આ નવો કાયદો જરૂરી છે. તમે આ દલીલને કેવી રીતે જુઓ છો?

એલ્વિન યેઉંગ: 'એક દેશ, બે પ્રણાલિઓ' હેઠળ હૉંગ કૉંગને તેના પોતાના નિયમો છે. અમે મૂળભૂત કાયદા દ્વારા સંચાલિત છીએ જે હૉંગ કૉંગના લઘુ બંધારણ જેવો છે. આ મૂળભૂત કાયદા અંતર્ગત એક કલમ છે જે રાષ્ટ્રીય સુરક્ષા વિશે ખૂબ જ સ્પષ્ટતાથી વાત કરે છે. હૉંગ કૉંગે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં તેના પોતાના કાયદા પોતે જ ઘડવા જોઈએ. આથી આ ઘરેલુ બાબત છે અને તેનું સંચાલન હૉંગ કૉંગના લોકો દ્વારા થવું જોઈએ. ૨૦૦૩માં હૉંગ કૉંગની સરકારે વિવાદાસ્પદ રાષ્ટ્રીય સુરક્ષા ખરડો આગળ ધરવાનો પ્રયાસ કર્યો હતો અને પચાસ હજાર લોકો શેરીમાં ઉતરી આવ્યા અને તેનો વિરોધ કર્યો. ત્યારથી કોઈ પ્રશાસને આવું કંઈ આગળ ધરવાની હિંમત કરી નથી કારણકે અમે સમજીએ છીએ કે તે એટલો વિવાદાસ્પદ છે કે તમારે તમારા અધિકારો સારી રીતે સુરક્ષિત રહે તે માટે ખાતરી કરવી પડે. હૉંગ કૉંગ પાસે પૂર્ણ લોકશાહી નથી, આથી અમે અમારા મુખ્ય કાર્યકારીને પસંદ કરી શકતા નથી, માત્ર અડધી સંસદ જ લોકો દ્વારા ચૂંટાય છે. આથી તમે જોઈ શકો છો કે હૉંગ કૉંગના લોકો સારી રીતે સુરક્ષિત નથી. આથી લોકો રાષ્ટ્રીય સુરક્ષાના કાયદાનો વિરોધ કરી રહ્યા છે કારણકે તે અમારા અધિકારો પર તરાપ સમાન છે. ગયા વર્ષથી શેરીઓમાં વિરોધ પ્રદર્શનો છે કારણકે લોકો પ્રત્યર્પણ ખરડા સામે લડી રહ્યા છે. ત્યારથી અમારા પર પોલીસની ક્રુરતા થઈ છે અને આ સરકારે પોલીસની ક્રુરતા સામે આંખ બંધ કરી લીધી છે અને કોઈ પણ પરિણામોનો વિચાર કર્યા વગર તે પોલીસ દળનું સમર્થન કરે છે. આથી અત્યારે ચીન કહી રહ્યું છે કે તે મૂળભૂત કાયદાની પરવા નથી કરતું, તે વચનોની પરવા નથી કરતું. તે હૉંગ કૉંગના લોકોની સલાહ લીધા વગર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદવા જઈ રહ્યું છે, તે અમારી સંસદની સલાહ વગર આ કાયદો લાદવા જઈ રહ્યું છે, તે લોકોને વિરોધ કરવાની તક આપ્યા વગર આ કાયદો લાદવા જઈ રહ્યું છે.

પ્રશ્નઃ ચીને ભારપૂર્વક કહ્યું છે કે હૉંગ કૉંગમાં વાવંટોળ માટે 'વિદેશી દળો' દોષિત છે, જ્યાં લોકશાહી તરફી વિરોધીઓને ચીન દ્વારા રમખાણકર્તાઓ અને ત્રાસવાદીઓ તરીકે નામબદ્ધ કરાઈ રહ્યા છે.

એલ્વિન યેઉંગ: તમામ સરમુખત્યારશાહી સરકારો એક સરખી છે. મૂળભૂત રીતે દરેક પર દોષારોપણ કરે છે; જેમ કે વિરોધીઓ, વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જેમને તેઓ વિદેશી દળો કહે છે. પરંતુ તેઓ ક્યારેય પુરાવા આપતા નથી. તેમનામાં ક્યારેય એવી હિંમત નથી હોતી કે તેઓ એમ કહે કે તેમણે જે કર્યું છે તેનો જ પડઘો છે. સરકાર હૉંગ કૉંગના લોકોની આંખમાં જોઈને એમ કહેવામાં નિષ્ફળ ગઈ છે કે તે ખોટી છે, તેના સંચાલનમાં કંઈ ખોટું છે અને તે તેને સુધારવા જઈ રહી છે. તેઓ શું કરે છે કે તે તેમના સિવાયના બધા એટલે બધા લોકો સામે આંગળી ચીંધે છે. ગયા વર્ષે તે આ બધાં પરિણામો સાથે એક વિવાદાસ્પદ ખરડો આગળ વધારવામાં નિષ્ફળ ગઈ. આ વર્ષે તેણે તેનું વધુ ખરાબ સંસ્કરણ દાખલ કરીને સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કર્યો.

પ્રશ્નઃ વિરોધ પ્રદર્શનકારીઓની માગણીઓ કઈ છે? શું ટેબલ પર અલગ થવાની માગણી છે?

એલ્વિન યેઉંગ: કેટલાક લોકો તેની માગણી કરી રહ્યા છે પરંતુ બહુમતી લોકોની આ માગણી નથી. હૉંગ કૉંગના લોકો ગયા વર્ષથી પાંચ માગણી કરી રહ્યા છે. એક મતાધિકાર જે આપણી પોતાની સરકારને ચૂંટવાનો અધિકાર આપે છે. તેનું વચન મૂળભૂત કાયદા હેઠળ આપવામાં આવ્યું છે. અમે કંઈ ચાંદ-તારા નથી માગી રહ્યા. પોલીસના અત્યાચારની સ્વતંત્ર તપાસ કરવાની પણ આપણે જરૂર છે. આ સરકાર પોલીસના અત્યાચારોની તપાસ કરવા માટે એક સમિતિ રચવાનું હજુ પણ નકારે છે. આ ખૂબ જ નિરાશાજનક છે. અમે ઈચ્છીએ છીએ કે આ સરકાર રાજકીય આરોપો નાખીને લોકો સામે કાર્યવાહી કરવાનું બંધ કરી દે. આ સંપૂર્ણ ખોટું છે. શું આ માગણીઓ કોઈ પણ વ્યક્તિ માટે અત્યંત અતાર્કિક છે? ના. સામાન્ય મુક્ત વિશ્વમાં, સરકારે લોકો માગણી ન કરે તો પણ આ કરવું જોઈએ.

પ્રશ્નઃ અમેરિકા તેની વૈશ્વિક જવાબદારીઓ ત્યજી રહ્યું છે, બહુસ્તરીય સંગઠનોમાંથી નીકળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં શું અમેરિકાનાં નિવેદનો તમારા ઉદ્દેશને મદદ કરી રહ્યાં છે? કે પછી તેનાથી પરિસ્થિતિ જટિલ બની રહી છે?

એલ્વિન યેઉંગ: હૉંગ કૉંગર એક આંતરરાષ્ટ્રીય શહેર છે. ભારત સહિત અનેક દેશોનાં હૉંગ કૉંગમાં મજબૂત હિતો છે. તેમનું અહીં મૂડીરોકાણ છે. તમારા ભારતીય નાગરિકો અહીં રહે છે અને આ જ રીતે અમેરિકાના અને બાકીના વિશ્વના લોકો અહીં રહે છે. હૉંગ કૉંગ ગત દોઢ સદીમાં વિવિધ મૂડીરોકાણકારો અને દેશો સાથે નિકટનાં જોડાણો અને સંબંધો ધરાવે છે. અમેરિકા તેમાનું એક છે. તેમણે ૧૯૯૨માં હૉંગ કૉંગ નીતિ અધિનિયમ હેઠળ એક હૉંગ કૉંગને વિશેષ દરજ્જો આપ્યો છે જે અમેરિકામાં કાયદો છે. તેમાં વચન છે કે જો હૉંગ કૉંગ અદ્વિતીય રહી શકે તો તેને ચીનથી અલગ ગણવામાં આવશે. પરંતુ જ્યારથી હૉંગ કૉંગ ચીનને સોંપાયું છે ત્યારથી અમે એવા અગણિત બનાવો જોયા છે જેમાં ચીને 'એક દેશ, બે પ્રણાલિઓ'નું સન્માન કર્યું નથી. ન તો ચીન ઉચ્ચ કક્ષાની સ્વાયત્તતાનું સન્માન કરે છે. આથી અમેરિકા કહે છે કે અમે આ ભેટ પાછા લઈ લેશું. જો ચીન હૉંગ કૉંગને જાળવી રાખશે અને તેની કાળજી રાખશે અને તે તેને એક તેમજ વિશેષ રાખવા ઈચ્છતું હોય તો એવી બાબતો છે જે ચીન અને હૉંગ કૉંગ સરકારો કરી શકે છે. પહેલાં તો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પાછો ખેંચી લો અને વિશ્વને બતાવો કે તે હૉંગ કૉંગની સાથે વિશેષ રીતે વ્યવહાર કરે છે.

પ્રશ્નઃ મિનેપોલીસમાં જ્યૉર્જ ફ્લૉયડના કિસ્સાના પગલે વંશીય અસમાનતા અને પોલીસ ક્રુરતાના મુદ્દે અમેરિકાનાં અનેક શહેરોમાં અસંતોષ છે. ચીન સરકારના પ્રવક્તા અને સત્તાવાર માધ્યમે અમેરિકાની સત્તા સામે હુમલાઓ કર્યા છે. રાષ્ટ્રવાદી ગ્લૉબલ ટાઇમ્સના મુખ્ય તંત્રી હુ શિજિને શનિવારે લખ્યું હતું, "એવું લાગે છે કે હૉંગ કૉંગના કટ્ટરવાદી રમખાણકારો અમેરિકામાં ઘૂસી ગયા છે અને ગયા વર્ષે હૉંગ કૉંગમાં જેવી અવ્યવસ્થા સર્જી હતી તેવી સર્જી રહ્યા છે." ચીન અમેરિકાને કહે કે હૉંગ કૉંગની પોલીસ અમેરિકાની પોલીસ કરતા વધુ સંયમિત છે તેને તમે કઈ રીતે જુઓ છો?

એલ્વિન યેઉંગ: તમે સરમુખત્યારવાદી દેશની એક પણ એવી વ્યક્તિ પાસેથી અપેક્ષા ન કરી શકો, એવું કોઈક જેણે ક્યારેય વાણી સ્વાતંત્ર્ય નથી અનુભવ્યું, જેણે ક્યારેય વાસ્તવિક કે ન્યાયી રહેવા માટે વાસ્તવિક વિરોધ પ્રદર્શનમાં ભાગ નથી લીધો. ગ્લૉબલ ટાઇમ્સના મુખ્ય તંત્રી હુએ ક્યારેય કોઈ વિરોધ પ્રદર્શનમાં ભાગ નથી લીધો. શું તેમણે ક્યારેય પોલીસના અત્યાચારને અનુભવ્યો છે?

તેમના જેવા લોકોને કંઈ પણ કહેવાનો કોઈ અધિકાર નથી. મુક્ત વિશ્વમાં જે કંઈ થઈ રહ્યું છે તેની ટીકા કરવાનો તેમને કોઈ અધિકાર નથી.

પ્રશ્નઃ તમારૌ સૌથી ખરાબ ભય શું છે? શું તમને ભય છે કે વિરોધ કરવા માટે તીવ્ર તવાઈ આવશે?

એલ્વિન યેઉંગ: હું અત્યંત નિષ્કપટ કહેવાવ અથવા તમારી સમક્ષ અસત્ય બોલતો હોઉં જો હું એમ કહું કે મને કોઈ ભય જ નથી. પરંતુ હૉંગ કૉંગ એ છે જેને હું ઘર કહું છું. મને છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકોની સેવા કરવાનું ખૂબ જ ગર્વ છે. જો મને તેમની સેવા કરવાની તક મળશે તો હું સંભવત: તેમની સેવા કરવાનું ચાલુ રાખીશ. ગયા વર્ષે હૉંગ કૉંગના લોકો ખૂબ જ હિંમતવાળા હતા અને તેમણે નિર્ભયતાની ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા દર્શાવી હતી. આવનારા દિવસો ખૂબ જ પડકારજનક રહેવાના છે. ખૂબ જ કઠિન લડાઈ છે પરંતુ હૉંગ કૉંગના લોકો સરળતાથી લડાઈ મૂકી નહીં દે.

પ્રશ્નઃ વિરોધ પ્રદર્શનો શાંતિપૂર્ણ જ રહેશે અને કોઈ હથિયારોનો ઉપયોગ નહીં થાય તેની તમે કઈ રીતે ખાતરી આપો છો?

એલ્વિન યેઉંગ: અત્યારે હૉંગ કૉંગના વિરોધ પ્રદર્શનોમાં કોઈ પડદા પાછળનો મંચ નથી. કોઈ નેતા નથી. અહીં આ નેતાવિહોણી ચળવળ છે. જ્યારે દસ કે વીસ લાખ લોકો શેરીઓમાં ઉતરી આવ્યા ત્યારે તે શાંતિપૂર્ણ રીતે ચાલુ થયા પરંતુ જ્યારે આ સરકારે લોકોની માગણીઓ અવગણના કરવાનું શરૂ કર્યું ત્યારે કેટલાક લોકો હતાશ થઈ ગયા અને પોલીસના અધિકારીઓએ અશ્રુ વાયુ, રબરની બુલેટ સામાન્ય નાગરિકો પર તાકવાનું શરૂ કરી દીધું. તે પછી લોકો રોષે ભરાયા. ગયા વર્ષમાં અમે પોલીસ અત્યાચારના અનેક બનાવો જોયા અને તેનાથી લોકો પાગલ બની ગયા. હું ઈચ્છું કે અમે શાંતિપૂર્ણ રહી શકીએ પરંતુ હું સમજું છું કે લોકો શેરીમાં શા માટે અનિયંત્રિત અને રોષિત બની ગયા.

પ્રશ્નઃ શું તમને મુખ્ય દેશ ચીનના સામાન્ય નાગરિકો તરફથી કોઈ સહાનુભૂતિ કે એકતાનો અનુભવ થઈ રહ્યો છે કારણકે આ સમયે ચીનમાં પ્રમુખ શી સામે પણ અભૂતપર્વ ટીકા થઈ રહી છે?

એલ્વિન યેઉંગ: ચીનના લોકો સાથે સેન્સરશિપના ભય વગર કે નિરીક્ષણ વગર સીધો સંદેશાવ્યવહાર કરવો સહેલો નથી. પરંતુ હું સમજું છું કે સરહદ પાર એવા લોકો છે જે હૉંગ કૉંગના લોકોની સ્વતંત્રતાની ચળવળને ટેકો આપી રહ્યા છે. પરંતુ ત્યાં પરિસ્થિતિ હૉંગ કૉંગ કરતાં પણ વધુ ખરાબ છે. અમને તો હજુ પણ ઇન્ટરનેટનો મુક્ત પ્રવેશ મળે છે. ચીનમાં ફાયરવૉલ છે. તેમણે વીપીએન વાપરવું પડે છે અને ફાયરવૉલ પર ચડવાના બીજા રસ્તા શોધવા પડે છે. તેમના માટે અત્યંત મુશ્કેલ છે. અમે તેમને શુભેચ્છા આપીએ છીએ.

પ્રશ્નઃ ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક અંકુશ રેખા પર તણાવમાં વધારો થયો છે. આ દેખાડવા માટે ચીનનું અતિક્રમણ છે કારણકે શી જિનપિંગનું મહત્ત્વાકાંક્ષી સ્વપ્ન વિખેરાઈ રહ્યું છે અને તેઓ સત્તા જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે?

એલ્વિન યેઉંગ: આ વિશ્વમાં આજે આપણે બધા જે લોકો સત્તામાં છે, તેમને તેઓ કોણ છે તે જોયા વગર પ્રશ્નો પૂછી રહ્યા છીએ. તેઓ વિવિધ પક્ષો સાથે વાસ્તવિક વાતચીત કરવાની વાસ્તવિક સમજ રાખે. ઇન્ટરનેટની દુનિયામાં લોકોને વિગતો બહુ ઝડપથી મળી જતી હોય છે. આથી જો નેતાઓ તેમના સાથી નેતાઓ અને નાગરિકો સાથે સંદેશાવ્યવહાર કરવામાં નિષ્ફળ જાય તો તેનાથી કોઈ પણ વ્યક્તિ માટે શાંતિ નહીં લાવી શકાય અને તે કંઈ સારું નહીં કરે.

-સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.