ETV Bharat / bharat

કોરોના માટે રામદેવના રામબાણ ઈલાજનું સુરસુરિયું, જાહેરાત પર પ્રતિબંધ - શ્વસારી

દેશમાં કોરોનાનો કેર છે, ત્યારે યોગ ગુરુ રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર થતી હોવાનો દાવો કરતી જાહેરાત કરી હતી. બીજી તરફ કેન્દ્રએ પતંજલિને કહ્યું કે, સરકારને આ દવાની વિગતો આપો અને જ્યાં સુધી દવા અંગે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ જાહેરખબર ન કરો.

Ayush Ministry tells Patanjali to stop advertising on Coronil and Swasari
કોરોના માટે રામદેવના રામબાણ ઈલાજનું સુરસુરીર્યું, જાહેરાત પર પ્રતિબંધ
author img

By

Published : Jun 23, 2020, 7:50 PM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર છે, ત્યારે યોગ ગુરુ રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર થતી હોવાનો દાવો કરતી જાહેરાત કરી હતી. બીજી તરફ કેન્દ્રએ પતંજલિને કહ્યું કે, સરકારને આ દવાની વિગતો આપો અને જ્યાં સુધી દવા અંગે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ જાહેરખબર ન કરો.

બાબા રામદેવે કોરોનાની ત્રણ દવાઓ પૈકી કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરી હતી. જેનું નિર્માણ પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે રામદેવે કહ્યું કે, પતંજલિએ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે.

Ayush Ministry tells Patanjali to stop advertising on Coronil and Swasari
કોરોના માટે રામદેવના રામબાણ ઈલાજનું સુરસુરીર્યું, જાહેરાત પર પ્રતિબંધ

રામદેવે દાવો કર્યો હતો કે, આ દવાના ક્લિનિકલ કેસ સ્ટડીમાં 280 દર્દીનો સમાવેશ કરાયો છે. 100 જેટલા લોકો પર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ્સ થયા હતાં. જેમાં 3 દિવસની અંદર 69 ટકા દર્દીઓ કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયા છે. આમ, રામદેવે લોન્ચ કરેલી કોરોના કીટમાં કોરોનિલ ઉપરાંત ઇન્હેલર તેલ અને અણુ તેલ પણ સામેલ છે.

રામદેવે કહ્યું કે, આ ત્રણેયનો એક સાથે ઉપયોગ કરવાથી કોરોના સંક્રમણને દૂર થશે અને રોગને અટકાવી શકાય છે, પરંતુ કેન્દ્રએ હાલ પુરતી આ દવાના ઉપયોગ અને જાહેરાત પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગે કેન્દ્રએ કહ્યું કે, અમે તપાસ પૂરી કરી લઈએ પછી જ આનો ઉપયોગ કરવો, ત્યાં સુધી કોઈ જાહેરાત કે પબ્લિસિટી કરવી નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.