અયોધ્યા: અયોધ્યામાં રામ નવમીને લઈને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. અયોધ્યા ધામની સરહદ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. જિલ્લાના લોકોને પણ પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી. અયોધ્યા જિલ્લાની આખી સરહદ પર ફોર્સ જવાનોને ગોઠવવામાં આવ્યા છે. શહેરની હદ પર બેરિકેડ મૂકીને લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. સાદતગંજ, દેવકાળી એન્ટ્રી પોઇન્ટ પર બેર્કિંગ લગાવવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં પણ નજર રાખવામાં આવી રહી છે.
સરયુ ઘાટ પર પીએસી અને આરએએફના જવાનો ભરી રહ્યા છે પહેરો
કોરોના વાઈરસને કારણે સામૂહિક સ્નાન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રએ એક જાહેરનામુ બાહર પાડી સરયુ સ્નાન પર પ્રતિબંધ મુક્યો છે. વહીવટી તંત્ર સરયુ ઘાટ પર કોઈ સામૂહિક સ્નાન ન થાય તે અંગે સાવચત છે. તેમજ ભક્તોને અયોધ્યા પહોંચતા પહેલા પ્રવેશ સ્થળો એ જ રોકી લેવા જોઈએ. સરયુ નદીના ઘાટ પર પીએસી અને રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે, અને ઘાટ સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે.
લોકોએ સંતોને અપીલ કરી- ઘરે રહીને જ ઉજવો રામ જન્મ મહોત્સવ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટ સહિત અયોધ્યાના સંતોએ લોકોને અપીલ કરી છે કે, તેઓ તેમના ઘરે રહે અને રામ જન્મોતસવની ઉજવણી કરે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે, લોકોએ ઘરે રહેવું જોઈએ અને ભગવાન રામનું સ્મરણ કરવું જોઈએ. પરિવારજનો સાથે રામની સામે ભજન કીર્તન કરો અને સાંજે ઘરોમાં દિવા પ્રગટાવો.
ભગવાન રામનો જન્મ બપોરે 12:00 કલાકે
ભગવાન રામની જન્મજયંતિ દર વર્ષે ચૈત્ર નવરાત્રીના અંતિમ દિવસે એટલે નોમના દિવસે અયોધ્યામાં ઉજવવામાં આવે છે. રામ જન્મભૂમિ સંકુલમાં રામના જન્મસ્થળ પર વિશેષ ધાર્મિક વિધિ કરવામાં આવે છે. નોમ તિથિ પર ભગવાન રામના જન્મના સંજોગો પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે. ભગવાન રામનો જન્મ બપોરે 12:00 કલાકે થાય છે. જે બાદી તેમને અહીંથી કનક ભવન લઈ જવામાં આવ્યા છે.
આ દિવ્ય તહેવારની ઝલક મેળવવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચે છે. સંતો અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કોરોના વાઈરસના ફેલાવાને અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને આ ધાર્મિક વિધિને ભીડથી સંપૂર્ણપણે મુક્ત રાખવામાં આવી છે.