મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સક્રમણના 92 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ વધતા જતા કેસને પગલે શનિવારે આ આંકડો વધીને 1666 પર પહોંચી ગયો છે. આ સમગ્ર જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપી હતી.
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે નવા કેસમાં 72 કેસ મુંબઇના છે. તે ઉપરાંત માલેગાંવમાં 5, થાણેમાં 4, પનવેલ અને ઔરંગાબાદમાં 2-2, કલ્યાણ-ડોંબીવલી, વસઇ-વિરાર, પુળે, અહમદનગર, નાસિક શહેર, નાસિક ગ્રામીણ અને પાલધરમાં સંક્રમણના એક-એક કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં સંક્રમણથી અત્યાર સુધીમાં 110 લોકોના મોત નિપજ્યા છે અને 188 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં અનુસાર શુક્રવાર સુધીમાં 33,093 નમુનાઓની તપાસ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસને લઇ સરકાર દ્વારા ક્વોરન્ટાઇન સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. તે સાથે કોરોનાના કહેર વચ્ચે ધારાવીમાં ઘરે-ઘરે જઇને લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.