ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જુઓ રાશિફળ.

ds
ds
author img

By

Published : Jan 29, 2021, 6:41 AM IST

મેષઃ લાગણીનો અતિરેક આપના મનને આળું બનાવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે એવા વર્તનથી પણ દૂર રહેજો જેમાં અજાણતા બીજાની લાગણી દુભાય. આજે તમે સંબંધોનું જેટલું વધારે સિંચન કરશો એટલો તમને ભવિષ્યમાં ફાયદો થશે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. જમવાની અને ઊંઘવાની ક્રિયામાં નિયમિતતા જળવાશે નહીં. સ્ત્રીઓ અને જળાશય આપના માટે જોખમકારક સાબિત થઈ શકે છે.આ સમય વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી છે. માનસિક શાંતિ મેળવવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓમાં મન પરોવો. મિલ્કત અંગે વધુ ચિંતા કરશો નહીં.

વૃષભઃ આપની ચિંતા ઓછી થતા આપ હળવાશ અનુભવશો. આપનું મન લાગણીઓથી ભરપૂર રહેશે. આપની સર્જનશીલતા અને કલ્પનાશક્તિમાં પણ વધારો થશે. કલા અને સાહિત્યમાં આપ આપની કુશળતા બતાવી શકશો. માતા તેમજ પરિવારના બધા જ સભ્યો સાથેની આપની નિકટતામાં વધારો થશે. ટૂંકા પ્રવાસ થઇ શકે. આપે આર્થિક બાબતો અંગે સાવચેત રહેવું પડશે. આપનો દિવસ આનંદમાં પસાર થશે તેમ જણાઈ રહ્યું છે.

મિથુનઃ આપના નક્કી કરેલા કાર્યો છેવટે પૂર્ણ થતા હવે આપ ખુશી અનુભવી શકશો તેમ જણાઈ રહ્યું છે. આર્થિક યોજનાઓ પણ હવે સરળતાથી પાર પડી શકશે. વ્યવસાય કે નોકરીમાં સુમેળ રહેશે અને સહકર્મચારીઓની મદદ મળી રહેશે. આપ મિત્રો અને સ્નેહીઓને મળી ખુશી પ્રાપ્ત કરી શકશો. આપના પરિવારમાં પણ ખુશહાલ વાતાવરણ હશે.

કર્કઃ આજનો દિવસ મિત્રો અને પરિવારજનો સાથે આનંદમાં પસાર કરી શકશો, તેઓ આપને ભેટ સોગાદ આપી વધુ ખુશ કરશે. હરવા-ફરવાનાં અને સ્વાદિષ્ટ ભોજન માણવાનાં પણ યોગ છે. કોઇ સારા સમાચાર મેળવી શકશો. નાણાંકીય લાભ થાય. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બને. શરીર અને મનમાં સ્ફૂર્તિ તેમજ તાજગી અનુભવાશે તેમ જણાઈ રહ્યું છે.

સિંહઃ આજે વધુ પડતી ચિંતા અને લાગણીના કારણે આપ શારીરિક અને માનસિક રીતે થોડી વ્‍યગ્રતા. જો ખાનપાન અને પૂરતી નિદ્રામાં ધ્યાન આપશો તો શારીરિક અસ્‍વસ્‍થતાથી બચી શકશો. ખોટી દલીલબાજી અને વાદવિવાદથી દૂર રહેવાની સલાહ છે. કોર્ટ કચેરીના મામલામાં સાવધાની રાખવામાં આપની ભલાઈ છે. વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આવક કરતાં ખર્ચ વધે. કોઈની સાથે ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્‍યાન રાખવું.

કન્યાઃ આજે બહુવિધ લાભનો દિવસ પૂરવાર થશે તેવું લાગી રહ્યું છે. વેપાર ધંધામાં વિકાસ સાથે આવક વધે. નોકરિયાતોને નોકરીમાં લાભની તકો મળે. લગ્‍નજીવનમાં સુખ સંતોષની અનુભૂતિ થશે. પત્‍ની, પુત્ર અને વડીલવર્ગ તરફથી લાભ થાય. મિત્રો સાથે રમણીય સ્‍થળે પર્યટન થાય. સ્‍ત્રી મિત્રો વિશેષ લાભકારી નીવડશે. સંતાનોના શુભ સમાચાર મળે.

તુલાઃ પરિવારમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ રહે. ઓફિસ અને નોકરીમાં આવકવૃદ્ધિ અને બઢતી માટેના સંજોગો સર્જાય. માતા તરફથી લાભ થાય. ગૃહ સજાવટનું કાર્ય હાથ ધરશો. ઓફિસમાં ઉપરી અધ‍િકારીઓ દ્વારા કામની સરાહના થાય અને તેઓ આપના પ્રેરણાસ્‍ત્રોત બને. સહકર્મચારીઓનો સાથસહકાર મળે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જાળવી શકશો.

વૃશ્ચિકઃ આજે દરેક બાબતની નકારાત્‍મક બાજુઓનો અનુભવ આપને થશે. થાક અને આળસનું પ્રમાણ થોડું વધી જશે જેના કારણે સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે અને કામમાં મન ઓછુ ચોંટે. આવી સ્થિતિમાં તમે જેટલો વ્યવહારુ અભિગમ રાખશો એટલો તમને ફાયદો છે. નોકરી-વ્‍યવસાયમાં અવરોધ ટાળવા માટે અગાઉથી વ્યૂહરચના તૈયાર કરીને ચાલવાની સલાહ છે. ઉપરી અધિકારીઓ સાથે વાદવિવાદમાં ઉતરવાનું ટાળશો અને તેમને કોઈપણ નિર્ણય લેવામાં મદદ કરશો તો ફાયદામાં રહેશો. વિદેશગમન માટેની તકો સર્જાય અથવા વિદેશ વસતા આપ્‍તજનના સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા થાય.

ધનઃ આજે આપે વાણી અને ગુસ્‍સાને સાચવી લેવા પડશે જેથી આગામી સમયમાં સંબંધોમાં થનારા તણાવથી તમે આસાનીથી બચી શકો. કફ, શરદીના કારણે આપનું સ્‍વાસ્‍થ્‍ય બગડવાની સંભાવના હોવાથી ઋતુગત સમસ્યાની તકલીફ થઈ જતી હોય તેવા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. માનસિક વ્‍યગ્રતા ટાળવા માટે ધાર્મિક અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. ધન ખર્ચ વધશે. નિષેધાત્‍મક કાર્યો તેમજ અનૈતિક કામ ગેરમાર્ગે ન દોરે તેનું ધ્‍યાન રાખવું. સરકાર અને કાયદાકીય સમસ્યાઓથી અંતર રાખવું.

મકરઃ આજે આપનો દિવસ શુભ નીવડશે. સુરૂચિપૂર્ણ ભોજન, ઉત્તમ વસ્‍ત્રો અને વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મિલનમુલાકાતથી આપનો દિવસ ખુશખુશાલ પસાર થશે. વ્‍યવસાયના ક્ષેત્રે વિવિધ એજન્‍સીઓ દ્વારા આપના વેપારનો વિકાસ થાય. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવક વધે તેથી આપનું આર્થિક પાસું સદ્ધર બને. વિચારોમાં અનિર્ણાયકતા રહે. તંદુરસ્‍તી સારી રહે. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય. ટૂંકી મુસાફરીના યોગ છે.

કુંભઃ આજે કરેલા કાર્યમાં આપને યશ, કીર્તિ અને સફળતા મળશે. કુટુંબમાં સંપસુમેળનું વાતાવરણ રહે. શરીર અને મનની સ્‍વસ્‍થતા જળવાશે. આપના વિચાર અને વર્તનમાં લાગણીશીલતા વધારે રહે. નોકરીમાં સાથી કર્મચારીઓ સહકાર આપશે. નોકર ર્ગ અને મોસાળ પક્ષથી લાભ થાય. જરૂરી કામમાં જ ધનખર્ચ થશે. વિરોધીઓ કે હરીફોનો પરાજય થશે.

મીનઃ કલ્‍પનાની સૃષ્ટિમાં વિહાર કરવાનું ગમશે. સાહિત્‍ય લેખનમાં આપની સર્જનાત્‍મકતા પ્રગટ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. પ્રેમીજનો પ્રિયપાત્રનું સાનિધ્‍ય માણી શકે. શેર સટ્ટામાં લાભ થાય પરંતુ અતિ લોભમાં આવીને સોદા કરવા નહીં. માનસિક સમતુલા જાળવી રાખવાની આપને ખાસ સલાહ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.