ETV Bharat / bharat

જેએનયૂ કટોકટી અને તેની અસરો

દેશની રાજધાની નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં ચાલી રહેલાં આંદોલનો કેન્દ્ર સરકારનાં બિનલોકશાહી વલણો સામે દેશના યુવાનોમાં વધી રહેલા અસંતોષનું પ્રતીક તેમજ દેશના શિક્ષિત અને રાજકીય રીતે સચેત યુવાનોમાં ચિંતા અને અસુરક્ષાનું પ્રતિબિંબ છે. આ વિરોધો વિશેષ સુવિધા ધરાવતી અને ‘ભદ્ર’ નવી દિલ્હી સ્થિત યુનિવર્સિટી પૂરતાં જ મર્યાદિત છે તેમ કહેવું અસત્ય ગણાશે. જેએનયુમાં વાવંટોળને બાકીના દેશમાં તાજેતરમાં લવાયેલા નાગરિકત્વ (સુધારા) અધિનિયમ 2019 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિકોના રજિસ્ટર (એનઆરસી) સામે યુવાનોમાં અસંતોષની સાથે જોવો જોઈએ. એક મહિના ઉપરાંત સમય થઈ ગયો છે ત્યારે, સીએએ/એનઆરસી સામેના વિરોધો વધ્યા છે, પહેલાં આસામ અને ઈશાન ભારતથી શરૂ થઈને બાકીના દેશમાં ફેલાયા છે. આ કદાચ દેશમાં નવા રાજકારણનું સૂચક છે, પરંતુ તે તેની રાજકીય અસરો વગર નથી.

jnu
જેએનયૂ કટોકટી અને તેની અસરો
author img

By

Published : Jan 11, 2020, 10:14 PM IST

જેએનયૂ કટોકટી

જેએનયૂના વિદ્યાર્થીઓ હૉસ્ટેલની ફીમાં વધારા સામે ગયા વર્ષના ઑક્ટોબરના ઉત્તરાર્ધથી વિરોધ કરી રહ્યા હતા, ખાસ કરીને યુનિવર્સિટીના સત્તાવાળાઓએ એવું જાહેર કર્યા બાદ કે વિદ્યાર્થીઓએ જાળવણી, મેસ કામદારો, રસોઈ અને સફાઈ અને વીજળી તેમજ પાણી વપરાશ માટે વપરાશ દર ચુકવવા પડશે. વિદ્યાર્થીઓના વિરોધોને આભારી, જેને હું વ્યક્તિગત રીતે ઉચિત ગણું છું, સેમેસ્ટરનું શૈક્ષણિક કાર્ય અધૂરું રહ્યું અને સમયસર પરીક્ષા પણ ન લેવાઈ. 70 ટકા જેટલા વિદ્યાર્થીઓએ નવા સેમેસ્ટર માટે પોતાની નોંધણી નથી કરાવી જે આ મહિનાની શરૂઆતમાં શરૂ થવાનું હતું. આ બધા ઉપરાંત, રવિવારે રાત્રે બુકાની બાંધેલા લોકો લાકડી, સળિયા અને હથોડા વીંઝતાં હૉસ્ટેલમાં પ્રવેશ્યા અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પર હુમલો કરી અનેકોને ઘાયલ કર્યા. અનેક સાક્ષીઓએ જણાવ્યા છતાં અને તસવીરોના પુરાવા હોવા છતાં, ૭૦ હુમલાખોરો પૈકી એકની પણ ઓળખ કરાઈ નથી કે દિલ્હી પોલીસ કે જે સીધી કેન્દ્રીય ગૃહ પ્રધાન હેઠળ કામ કરે છે, તેણે ધરપકડ કરી નથી. દેશમાં ભારે રોષ ફેલાઈ ગયો.

જેએનયૂ કટોકટીનું રાજકારણ

જેએનયૂને ભારતીય જમણેરી પાંખ દ્વારા હંમેશાં અણગમા તરીકે જોવામાં આવે છે જેનું કારણ જેએનયૂની વૈચારિક ભૂમિ અને સતત સરકાર વિરોધી મંતવ્યો છે. અગાઉની કૉંગ્રેસના નેતૃત્વવાળી સરકારો કે મોરચા સરકારોએ પણ જેએનયૂના ગતિશીલ બૌદ્ધિક સમુદાય તરફથી ટીકાનો સામનો કર્યો હોવા છતાં જેએનયૂમાં ભણેલાઓને પારકા કરવાના બદલે પોતાનામાં સમાવવા કે તેમને એકલા છોડી દેવાના પસંદ કર્યા. મોદી સરકારે પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને હરીફ ગણી લડવાની અને જેએનયૂને રાષ્ટ્રવિરોધી યુનિવર્સિટી તરીકે ચિત્રિત કરવાની ધરમૂળથી અલગ નીતિ અપનાવી છે.

જેએનયૂ કટોકટી કેન્દ્રમાં ભાજપ શાસન માટે તેની રાજકીય ઉપયોગિતા વગર સાવ નથી. ભારે આર્થિક સુસ્તી, આકાશે પહોંચી રહેલા બેરોજગારીના આંકડાઓ અને રાજ્યોની ચૂંટણીમાં એક પછી એક હારની ગરમી હેઠળ કાંપી રહેલી સરકારને આજે દેશ જે વધુ ગંભીર મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે તેમાંથી જેએનયૂ ઉપયોગી વિચલન આપે છે. જ્યારે સરકારમાં રહેલા લોકો જેએનયૂને એવા લોકોના અડ્ડા તરીકે ચિતરે છે જે દેશની એકતા અને અખંડિતતાનો નાશ કરવા માગે છે અને સરળતાથી વશમાં આવતાં મુખ્ય પ્રવાહનાં માધ્યમો દ્વારા આક્ષેપો કરાય છે કે જેએનયૂમાં ભણેલાઓ દેશને તોડવા સક્રિય રીતે ઈચ્છુક છે ત્યારે સામાન્ય સમૂહો માટે બીજું બધું ગૌણ દેખાય છે. એવો ઉલ્લેખ કરવાની જરૂર નથી કે આ આક્ષેપો થોડા જ પુરાવા સાથે કરાય છે જે ન્યાયિક ચકાસણીમાં ઊભા રહી શકે.

કેટલાક અર્થશાસ્ત્રીઓએ દલીલ કરી કે આજે ભારત ’42 વર્ષમાં સૌથી ખરાબ અર્થતંત્ર’ છે અને વિશ્વ બૅન્કે વર્ષ ૨૦ માટે ભારતની વૃદ્ધિ 5 ટકાએ આંકી છે. આ હદે, જેએનયૂ એ જમણેરી પાંખનું ‘સમૂહ વિચલન’ માટે પસંદ કરેલું હથિયાર છે. આ ચેતવણીરૂપ સંદર્ભને જોતાં, જમણેરી પાંખ માટે, જેએનયૂ ભારતને ભારતમાં રહીને જ તોડવા પ્રયાસ કરી રહેલા કાલ્પનિક શત્રુઓ સામે સિંહનાદ પૂરો પાડે છે.

સીએએ+એનઆરસી+વિરોધો: પ્રભાવી સંયોજન

રાષ્ટ્રવાદના રાજકારણને સંભાળવા અને તેના વૈચારિક વિરોધીઓને પાછળ ધકેલવાનો ક્યાસ કાઢવાની તેની ક્ષમતા છતાં, સીએએ અને એનઆરસી સામે દેશના વિવિધ ભાગોમાં સામાન્ય જનતા વિરોધ કરી રહી છે તે જોતાં ભાજપ તેને પોતાને નબળી સ્થિતિમાં અનુભવી રહ્યો હોઈ શકે. આ વિરોધ દેશની યુવા વસતિના નેતૃત્વમાં થઈ રહ્યો છે. આ જ કદાચ સમજાવે છે કે ગૃહ પ્રધાન અને વડા પ્રધાને રાષ્ટ્રવ્યાપી એનઆરસી પર બે અલગ-અલગ વલણ શા માટે લીધાં અને હવે તેના પર મૌન કેમ થઈ ગયા. રાજકીય રીતે તટસ્થ લોકોને અપીલ કરવાની ભાજપની સમર્થતાને ફટકો પડ્યો હોઈ શકે. ઝડપી આર્થિક વૃદ્ધિના દૂત તરીકે મધ્યમ વર્ગને તેની અપીલ પણ નોંધપાત્ર રીતે નબળી પડી છે. આ હદે, જેએનયૂનું ભૂત પણ ભાજપને તેની વર્તમાન સમસ્યાઓથી થોડીક રાહત આપે છે. જો અનેક આંદોલનોમાંથી જન્મેલો રોષ લાંબા સમય સુધી ચાલુ રહે તો ભાજપને વધુ આગળ વધવા સામે મુશ્કેલીઓ જન્માવી શકે. રાજકીય ભાથામાં ભાજપનું સૌથી મોટું હથિયાર ધ્રૂવીકરણ કરવાની તેની સમર્થતા છે, પરંતુ જો તેની નીતિઓ સામે લોકપ્રિય વિરોધ ધ્રૂવીભૂત નહીં હોવાનું ચાલુ રહે તો ભાજપ તેની વિવાદાસ્પદ નીતિઓને પડતી મૂકવાનું વિચારી શકે છે.

તાત્કાલિક સમયમાં, એનઆરસી/સીએએ ચર્ચા આસપાસનું ધ્રૂવીકરણનો ઉપયોગ મોદી સરકાર દ્વારા આગામી ચૂંટણીઓમાં મતો માગવા માટે થશે. આ જ કદાચ એક કારણ છે કે જેના લીધે આમ આદમી પાર્ટી, જે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મુખ્ય હરીફ છે, તે એનઆરસી/સીએએ પરની ચર્ચામાં તે કઈ રીતે જોડાય તે મુદ્દે સાવધ અને સતર્ક છે. જોકે આ અસંતોષ જેટલો લાંબો સમય ચાલશે અને જેટલો વધુ આધાર તેનો વિસ્તારશે, તેનાથી તે ભાજપ માટે મોટો માથાનો દુઃખાવો બની શકે છે.

(હેપ્પીમોન જેકબ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણાવે છે)

Intro:Body:

જેએનયૂ કટોકટી અને તેની અસરો

દેશની રાજધાની નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં ચાલી રહેલાં આંદોલનો કેન્દ્ર સરકારનાં બિનલોકશાહી વલણો સામે દેશના યુવાનોમાં વધી રહેલા અસંતોષનું પ્રતીક તેમજ દેશના શિક્ષિત અને રાજકીય રીતે સચેત યુવાનોમાં ચિંતા અને અસુરક્ષાનું પ્રતિબિંબ છે. આ વિરોધો વિશેષ સુવિધા ધરાવતી અને ‘ભદ્ર’ નવી દિલ્હી સ્થિત યુનિવર્સિટી પૂરતાં જ મર્યાદિત છે તેમ કહેવું અસત્ય ગણાશે. જેએનયુમાં વાવંટોળને બાકીના દેશમાં તાજેતરમાં લવાયેલા નાગરિકત્વ (સુધારા) અધિનિયમ ૨૦૧૯ અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિકોના રજિસ્ટર (એનઆરસી) સામે યુવાનોમાં અસંતોષની સાથે જોવો જોઈએ. એક મહિના ઉપરાંત સમય થઈ ગયો છે ત્યારે, સીએએ/એનઆરસી સામેના વિરોધો વધ્યા છે, પહેલાં આસામ અને ઈશાન ભારતથી શરૂ થઈને બાકીના દેશમાં ફેલાયા છે. આ કદાચ દેશમાં નવા રાજકારણનું સૂચક છે, પરંતુ તે તેની રાજકીય અસરો વગર નથી. 

જેએનયૂ કટોકટી 

જેએનયૂના વિદ્યાર્થીઓ હૉસ્ટેલની ફીમાં વધારા સામે ગયા વર્ષના ઑક્ટોબરના ઉત્તરાર્ધથી વિરોધ કરી રહ્યા હતા, ખાસ કરીને યુનિવર્સિટીના સત્તાવાળાઓએ એવું જાહેર કર્યા બાદ કે વિદ્યાર્થીઓએ જાળવણી, મેસ કામદારો, રસોઈ અને સફાઈ અને વીજળી તેમજ પાણી વપરાશ માટે વપરાશ દર ચુકવવા પડશે. વિદ્યાર્થીઓના વિરોધોને આભારી, જેને હું વ્યક્તિગત રીતે ઉચિત ગણું છું, સેમેસ્ટરનું શૈક્ષણિક કાર્ય અધૂરું રહ્યું અને સમયસર પરીક્ષા પણ ન લેવાઈ. ૭૦ ટકા જેટલા વિદ્યાર્થીઓએ નવા સેમેસ્ટર માટે પોતાની નોંધણી નથી કરાવી જે આ મહિનાની શરૂઆતમાં શરૂ થવાનું હતું. આ બધા ઉપરાંત, રવિવારે રાત્રે બુકાની બાંધેલા લોકો લાકડી, સળિયા અને હથોડા વીંઝતાં હૉસ્ટેલમાં પ્રવેશ્યા અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પર હુમલો કરી અનેકોને ઘાયલ કર્યા. અનેક સાક્ષીઓએ જણાવ્યા છતાં અને તસવીરોના પુરાવા હોવા છતાં, ૭૦ હુમલાખોરો પૈકી એકની પણ ઓળખ કરાઈ નથી કે દિલ્હી પોલીસ કે જે સીધી કેન્દ્રીય ગૃહ પ્રધાન હેઠળ કામ કરે છે, તેણે ધરપકડ કરી નથી. દેશમાં ભારે રોષ ફેલાઈ ગયો. 

જેએનયૂ કટોકટીનું રાજકારણ

જેએનયૂને ભારતીય જમણેરી પાંખ દ્વારા હંમેશાં અણગમા તરીકે જોવામાં આવે છે જેનું કારણ જેએનયૂની વૈચારિક ભૂમિ અને સતત સરકાર વિરોધી મંતવ્યો છે. અગાઉની કૉંગ્રેસના નેતૃત્વવાળી સરકારો કે મોરચા સરકારોએ પણ જેએનયૂના ગતિશીલ બૌદ્ધિક સમુદાય તરફથી ટીકાનો સામનો કર્યો હોવા છતાં જેએનયૂમાં ભણેલાઓને પારકા કરવાના બદલે પોતાનામાં સમાવવા કે તેમને એકલા છોડી દેવાના પસંદ કર્યા. મોદી સરકારે પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને હરીફ ગણી લડવાની અને જેએનયૂને રાષ્ટ્રવિરોધી યુનિવર્સિટી તરીકે ચિત્રિત કરવાની ધરમૂળથી અલગ નીતિ અપનાવી છે.  

જેએનયૂ કટોકટી કેન્દ્રમાં ભાજપ શાસન માટે તેની રાજકીય ઉપયોગિતા વગર સાવ નથી. ભારે આર્થિક સુસ્તી, આકાશે પહોંચી રહેલા બેરોજગારીના આંકડાઓ અને રાજ્યોની ચૂંટણીમાં એક પછી એક હારની ગરમી હેઠળ કાંપી રહેલી સરકારને આજે દેશ જે વધુ ગંભીર મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે તેમાંથી જેએનયૂ ઉપયોગી વિચલન આપે છે. જ્યારે સરકારમાં રહેલા લોકો જેએનયૂને એવા લોકોના અડ્ડા તરીકે ચિતરે છે જે દેશની એકતા અને અખંડિતતાનો નાશ કરવા માગે છે અને સરળતાથી વશમાં આવતાં મુખ્ય પ્રવાહનાં માધ્યમો દ્વારા આક્ષેપો કરાય છે કે જેએનયૂમાં ભણેલાઓ દેશને તોડવા સક્રિય રીતે ઈચ્છુક છે ત્યારે સામાન્ય સમૂહો માટે બીજું બધું ગૌણ દેખાય છે. એવો ઉલ્લેખ કરવાની જરૂર નથી કે આ આક્ષેપો થોડા જ પુરાવા સાથે કરાય છે જે ન્યાયિક ચકાસણીમાં ઊભા રહી શકે.  

કેટલાક અર્થશાસ્ત્રીઓએ દલીલ કરી કે આજે ભારત ’૪૨ વર્ષમાં સૌથી ખરાબ અર્થતંત્ર’ છે અને વિશ્વ બૅન્કે વર્ષ ૨૦ માટે ભારતની વૃદ્ધિ ૫ ટકાએ આંકી છે. આ હદે, જેએનયૂ એ જમણેરી પાંખનું ‘સમૂહ વિચલન’ માટે પસંદ કરેલું હથિયાર છે. આ ચેતવણીરૂપ સંદર્ભને જોતાં, જમણેરી પાંખ માટે, જેએનયૂ ભારતને ભારતમાં રહીને જ તોડવા પ્રયાસ કરી રહેલા કાલ્પનિક શત્રુઓ સામે સિંહનાદ પૂરો પાડે છે. 

સીએએ+એનઆરસી+વિરોધો: પ્રભાવી સંયોજન 

રાષ્ટ્રવાદના રાજકારણને સંભાળવા અને તેના વૈચારિક વિરોધીઓને પાછળ ધકેલવાનો ક્યાસ કાઢવાની તેની ક્ષમતા છતાં, સીએએ અને એનઆરસી સામે દેશના વિવિધ ભાગોમાં સામાન્ય જનતા વિરોધ કરી રહી છે તે જોતાં ભાજપ તેને પોતાને નબળી સ્થિતિમાં અનુભવી રહ્યો હોઈ શકે. આ વિરોધ દેશની યુવા વસતિના નેતૃત્વમાં થઈ રહ્યો છે. આ જ કદાચ સમજાવે છે કે ગૃહ પ્રધાન અને વડા પ્રધાને રાષ્ટ્રવ્યાપી એનઆરસી પર બે અલગ-અલગ વલણ શા માટે લીધાં અને હવે તેના પર મૌન કેમ થઈ ગયા. રાજકીય રીતે તટસ્થ લોકોને અપીલ કરવાની ભાજપની સમર્થતાને ફટકો પડ્યો હોઈ શકે. ઝડપી આર્થિક વૃદ્ધિના દૂત તરીકે મધ્યમ વર્ગને તેની અપીલ પણ નોંધપાત્ર રીતે નબળી પડી છે. આ હદે, જેએનયૂનું ભૂત પણ ભાજપને તેની વર્તમાન સમસ્યાઓથી થોડીક રાહત આપે છે. જો અનેક આંદોલનોમાંથી જન્મેલો રોષ લાંબા સમય સુધી ચાલુ રહે તો ભાજપને વધુ આગળ વધવા સામે મુશ્કેલીઓ જન્માવી શકે. રાજકીય ભાથામાં ભાજપનું સૌથી મોટું હથિયાર ધ્રૂવીકરણ કરવાની તેની સમર્થતા છે, પરંતુ જો તેની નીતિઓ સામે લોકપ્રિય વિરોધ ધ્રૂવીભૂત નહીં હોવાનું ચાલુ રહે તો ભાજપ તેની વિવાદાસ્પદ નીતિઓને પડતી મૂકવાનું વિચારી શકે છે. 

તાત્કાલિક સમયમાં, એનઆરસી/સીએએ ચર્ચા આસપાસનું ધ્રૂવીકરણનો ઉપયોગ મોદી સરકાર દ્વારા આગામી ચૂંટણીઓમાં મતો માગવા માટે થશે. આ જ કદાચ એક કારણ છે કે જેના લીધે આમ આદમી પાર્ટી, જે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મુખ્ય હરીફ છે, તે એનઆરસી/સીએએ પરની ચર્ચામાં તે કઈ રીતે જોડાય તે મુદ્દે સાવધ અને સતર્ક છે. જોકે આ અસંતોષ જેટલો લાંબો સમય ચાલશે અને જેટલો વધુ આધાર તેનો વિસ્તારશે, તેનાથી તે ભાજપ માટે મોટો માથાનો દુઃખાવો બની શકે છે. 

(હેપ્પીમોન જેકબ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણાવે છે)

(769 words)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.