બેલ્ટને કહ્યુ કે પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો ને ઠેકાણા પર અમેરિકાએ ખુબ સ્પષ્ટ ચેતાવણી આપી છે. પુલવામા જિલ્લામાં થયેલા જૈશ-એ-મહોમ્મદ દ્વારા કરવામાં આવેલા આત્મધાતી હુમલામાં વ્હાઇટ હાઉસે ઇસ્લામા બાદને પણ સખત ચેતવણી આપી છે.
બોલ્ટન અનુસાર આતંકવાદના મુદ્દા પર તેઓ બિલકુલ સ્પષ્ટ છે તેઓ પાકિસ્તાન સાથે પણ સંવાદ કરી રહ્યા છે. ભારતની પાસે આત્મરક્ષાનો અધિકાર સંપુર્ણત સુરક્ષિત છે. તેમનું કહેવુ છે કે આ હુમલા માટે અપરાધિઓ જવાબદાર છે.
આ પહેલા પણ રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રંપે પાકિસ્તાનને આતંકીઓની મદદ ના કરવા માટે કહ્યું હતું. ટ્રંપની પ્રેસ સચિવ સારા સૈંડર્સે એક નિવેદનમાં કહ્યુ કે, " અમેરિકા ભારતની સાથે છે, તમે તમારી આતંકવાદીઓના જુથને મદદ કરવું બંદ કરીદો કારણ કે ક્ષેત્રમાં હિંસા અને આતંકવાદ તેમનું જ લક્ષ્ય છે."