નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં 25 માર્ચથી લોકડાઉન છે. ત્યારે તમામ ફ્લાઇટ્સ બંધ છે. જેમાં ઈન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્ટારા અને એર એશિયા જેવી એરલાઇન્સે ક્રુ મેમ્બર્સની સલામતીને ધ્યાનમાં લઇને તેમના નવા ડ્રેસનો નિર્ણય લીધો છે. કારણ કે, તે લોકો ફ્લાઇટ દરમિયાન મુસાફરો સાથે સંપર્કમાં આવે છે.
ફિલિપાઈન એર એશિયાએ 27 એપ્રિલે તેના ક્રુ સભ્યો માટે જે ડ્રેસનું અનાવરણ કર્યું હતું. આ ડ્રેસ પણ તે પ્રકારનો હશે. સૂત્રએ જણાવ્યું હતું કે, એર એશિયા ઇન્ડિયાના ક્રુ સભ્યો માટેના પીપીઇ ડ્રેસમાં ફેસ શિલ્ડ, માસ્ક, ઝભ્ભો, એપ્રોન અને ગ્લોવ્સ હશે. જ્યારે વિસ્ટારા ક્રુ મેમ્બર્સને લેપ ગાઉન, માસ્ક અને ફેસ શિલ્ડ હશે. અન્ય એરલાઇન્સનો ડ્રેસ પણ સમાન હશે.